Pramāṇa · Search · About · API

Viyahapannatti 1375

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1375

Language
Gujarati

1375

‘ભગવતી’ સૂત્ર-૯૩૧ થી ૯૩૪ :– [૨૫/–/૬/૯૩૧ થી ૯૩૪]
[૯૩૧] ભગવન્‌! પુલાકને કેટલા સમુદ્ઘાત છે? ગૌતમ! ત્રણ. વેદના, કષાય અને મારણાંતિક સમુદ્ઘાત.
ભગવન્‌! બકુશને? પાંચ સમુદ્ઘાત - વેદના યાવત્‌ તૈજસ સમુદ્ઘાત. પ્રતિસેવના કુશીલ પણ આ પ્રમાણે જ છે. - કષાયકુશીલ વિશે પ્રશ્ન? ગૌતમ! છ સમુદ્ઘાતો છે - વેદના યાવત્‌ આહાર સમુદ્ઘાત.
નિર્ગ્રન્થ વિશે પ્રશ્ન? ગૌતમ! એક પણ નથી. - - સ્નાતક વિશે પૃચ્છા-ગૌતમ! એક જ કેવલી સમુદ્ઘાત.
[૯૩૨] ભગવન્‌! પુલાક, શું લોકના સંખ્યાતમાં ભાગમાં હોય? અસંખ્યાતમાં ભાગમાં હોય? સંખ્યાત ભાગોમાં હોય? અસંખ્યાત ભાગોમાં હોય? સર્વલોકમાં હોય? ગૌતમ! તે માત્ર અસંખ્યાતમાં ભાગમાં હોય છે, સંખ્યાત ભાગમાં, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગો કે સર્વલોકમાં ન હોય. એ પ્રમાણે નિર્ગ્રન્થ સુધી કહેવું. - - સ્નાતક વિશે પ્રશ્ન? ગૌતમ! સંખ્યાત ભાગ કે સંખ્યાત ભાગોમાં ન હોય. અસંખ્યાત ભાગમાં હોય, અસંખ્યાત ભાગોમાં હોય કે સર્વલોકમાં હોય.
[૯૩૩] ભગવન્‌! પુલાક, લોકના અસંખ્યાત ભાગને સ્પર્શે? કે અસંખ્યાત ભાગને સ્પર્શે? જેમ અવગાહના કહી, તેમ સ્પર્શના પણ કહેવી. એ પ્રમાણે સ્નાતક સુધી કહેવું.
[૯૩૪] ભગવન્‌! પુલાક, કયા ભાવમાં હોય છે? ગૌતમ! તે ક્ષાયોપશમિક ભાવમાં હોય. એ પ્રમાણે કષાયકુશીલ સુધી જાણવું. - - નિર્ગ્રન્થ વિશે પ્રશ્ન? ગૌતમ! ઔપશમિક કે ક્ષાયિક ભાવમાં હોય. - - સ્નાતક વિશે પ્રશ્ન? ગૌતમ! ક્ષાયિક ભાવમાં હોય.

Linked texts (1)