Pramāṇa · Search · About · API

Viyahapannatti 1378

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1378

Language
Gujarati

1378

વિવેચન :–૯૩૫
(શંકા) સર્વ સંયતોમાં કોડી સહસ્ર પૃથક્ત્વ સંભળાય છે, અહીં તો કેવળ કષાયકુશીલોમાં તે કહ્યું. પછી પુલાકાદિ માન ઉમેરતા તેથી વધી જશે. તો વિરોધ કેમ ન થાય? કહે છે – કષાયકુશીલોમાં જે કોટી સહસ્ર પૃથક્ત્વ છે તે બે-ત્રણ કોટી સહસ્રરૂપ કલ્પીને પુલાક-બકુશાદિ સંખ્યા તેમાં ઉમેરવી. પછી સમસ્ત સંયતનું માન જે કહ્યું તે તેનાથી અધિક નહીં થાય.
અલ્પબહુત્વદ્વારમાં - નિર્ગ્રન્થોની ઉત્કૃષ્ટ સંખ્યાત શતપૃથક્ત્વ હોવાથી સૌથી થોડાં કહ્યું. પુલાકો ઉત્કૃષ્ટથી સહસ્રપૃથક્ત્વ સંખ્યાથી હોવાથી તેને સંખ્યાતગણા કહ્યા. સ્નાતકો ઉત્કૃષ્ટથી કોડી પૃથક્ત્વ હોવાથી તેનાથી સંખ્યાતગણા કહ્યા. બકુશો, ઉત્કૃષ્ટથી કોડી શત પૃથક્ત્વ માનથી હોવાથી તેને સંખ્યાતગણા કહ્યા. - - પ્રતિસેવના કુશીલ તો ઉત્કૃષ્ટથી કોડી શત પૃથક્ત્વ પ્રમાણ હોવા છતાં તેને સંખ્યાતગણા કેમ કહ્યા? સત્ય છે, પણ બકુશોનું જે કોડી શત પૃથક્ત્વ છે તે બે-ત્રણ કોડી શત છે, જ્યારે પ્રતિસેવના કુશીલનું કોડી શત પૃથક્ત્વ છે, તે ચાર, છ કોડી શત પ્રમાણ હોવાથી વિરોધ નથી. કષાય કુશીલ ઉત્કૃષ્ટથી કોડીસહસ્ર પૃથક્ત્વ પ્રમાણ હોવાથી તેનું સંખ્યાતગણું છે.

Linked texts (1)