Pramāṇa · Search · About · API

Viyahapannatti 1377

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1377

Language
Gujarati

1377

‘ભગવતી’ સૂત્ર-૯૩૫ :– [૨૫/–/૬/૯૩૫]
ભગવન્‌! પુલાકો એક સમયમાં કેટલા હોય? ગૌતમ! પ્રતિપદ્યમાનને આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી શતપૃથક્‌ત્વ. પૂર્વ પ્રતિપન્નને આશ્રીને કદાચ હોય. કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે, ત્રણ. ઉત્કૃષ્ટે સહસ્રપૃથક્ત્વ.
ભગવન્‌! બકુશો એક સમયમાં કેટલા હોય? ગૌતમ! પ્રતિપદ્યમાનકને આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી શત પૃથક્‌ત્વ. પૂર્વ પ્રતિપન્નને આશ્રીને જઘન્યથી કોડી શત પૃથક્‌ત્વ, ઉત્કૃષ્ટથી પણ તેમજ છે. એ રીતે પ્રતિસેવના કુશીલ છે.
કષાયકુશીલ વિશે પ્રશ્ન? ગૌતમ! પ્રતિપદ્યમાનને આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટે સહસ્ર પૃથક્‌ત્વ. પૂર્વ પ્રતિપન્નને આશ્રીને જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કોડી-સહસ્ર પૃથક્ત્વ.
નિર્ગ્રન્થ વિશે પ્રશ્ન? ગૌતમ! પ્રતિપદ્યમાન આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટે ૧૬૨ હોય છે, તેમાં ક્ષપક શ્રેણીવાળા ૧૦૮, ઉપશમ શ્રેણીવાળા-૫૪ હોય છે. પૂર્વ પ્રતિપન્ન અપેક્ષાએ કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી શતપૃથક્‌ત્વ.
સ્નાતક વિશે પ્રશ્ન?ગૌતમ! પ્રતિપદ્યમાન આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી ૧૦૮, પૂર્વ પ્રતિપન્નને આશ્રીને જઘન્યથી કોડી પૃથક્‌ત્વ, ઉત્કૃષ્ટથી પણ કોડી પૃથક્‌ત્વ.
ભગવન્‌! આ પુલાક-બકુશ-પ્રતિસેવના અને કષાયકુશીલ, નિર્ગ્રન્થ અને સ્નાતકોમાં કોણ કોનાથી યાવત્‌ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડા નિર્ગ્રન્થો, પુલાકો સંખ્યાતગણા, સ્નાતકો સંખ્યાતગણા, બકુશો સંખ્યાતગણા, પ્રતિસેવના કુશીલ સંખ્યાતગણા, કષાયકુશીલ સંખ્યાતગણા છે.
- - ભગવન્‌! તે એમજ છે, એમ જ છે.

Linked texts (1)