Viyahapannatti 1380
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1380
- Language
- Gujarati
1380
‘ભગવતી’ સૂત્ર-૯૩૬ થી ૯૪૧ :– [૨૫/–/૭/૯૩૬ થી ૯૪૧]
[૯૩૬] ભગવન્! સંયતો કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે - સામાયિક સંયત, છેદોપસ્થાપનીય સંયત, પરિહારવિશુદ્ધિસંયત, સૂક્ષ્મ સંપરાય સંયત, યથાખ્યાત સંયત.
ભગવન્! સામાયિક સંયત કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે - ઈત્વરિક અને યાવત્કથિત. - - છેદોપસ્થાપનીય સંયતનો પ્રશ્ન? ગૌતમ! બે ભેદે - સાતિચાર, નિરતિચાર. - - પરિહાર વિશુદ્ધિ સંયતની પૃચ્છા, ગૌતમ! બે ભેદે - નિર્વિશમાનક, નિર્વિષ્ટકાયિક. - - સૂક્ષ્મ સંપરાય વિશે પ્રશ્ન? ગૌતમ! બે ભેદે - સંક્લિશ્યમાનક અને વિશુદ્ધમાનક. - - યથાખ્યાત સંયત વિશે પ્રશ્ન? ગૌતમ! બે ભેદે - છદ્મસ્થ અને કેવલી.
[૯૩૭] સામાયિક સ્વીકારી, ચાતુર્યામ અનુત્તર ધર્મને જે ત્રિવિધે સ્પર્શતો સામાયિક સંયત કહેવાય.
[૯૩૮] પૂર્વ પર્યાયને છેદીને, જે પોતાના આત્માને પંચ મહાવ્રતમાં સ્થાપે છે તે છેદોપસ્થાપનીય સંયત છે.
[૯૩૯] જે પાંચ મહાવ્રતરૂપ અનુત્તર ધર્મને ત્રિવિધે સ્પર્શતો વિશુદ્ધને ધારણ કરે છે, તે પરિહાર વિશુદ્ધિક સંયત કહેવાય છે.
[૯૪૦] જે સૂક્ષ્મ લોભને વેદન કરતો, ઉપશમક કે ક્ષપક હોય છે. તે સૂક્ષ્મ સંપરાય સંયત છે, તે યથાખ્યાતથી કિંચિત્ હીન હોય.
[૯૪૧] મોહનીય કર્મના ઉપશાંત કે ક્ષીણ થઈ જવાથી જે છદ્મસ્થ કે જિન હોય છે, તે યથાખ્યાત સંયત કહેવાય છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit