Pramāṇa · Search · About · API

Viyahapannatti 1381

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1381

Language
Gujarati

1381

વિવેચન :–૯૩૬ થી ૯૪૧
સામાયિક સંયત - સામાયિક નામક ચારિત્ર વિશેષ, તેના વડે કે તેથી મુખ્ય સંયત તે સામાયિક સંયત એમ બીજામાં પણ કહેવું.
ઈત્વર - ભાવિ વ્યપદેશ અંતરત્વથી અલ્પકાલિક સામાયિકના અસ્તિત્વથી ઈત્વરિક, તે પહેલા-છેલ્લા તીર્થંકરના સાધુમાં મહાવ્રતના આરોપણ કરાય ત્યાં સુધી રહે છે. યાવત્કથિત-ભાવિ વ્યપદેશના અંતર અભાવથી યાવજ્જીવક સામાયિકના અસ્તિત્વથી યાવત્કથિક. તે મધ્યમ જિન અને મહાવિદેહ જિનસંબંધી સાધુને હોય છે.
સાતિચાર-સાતિચારવાળાને જે આરોપાય છે, તે સાતિચાર છેદોપસ્થાપનીય છે, તેના યોગથી સાધુ પણ સાતિચાર જ છે. નિરતિચાર-છેદોપસ્થાપનીય યોગથી નિરતિચાર તે પાર્શ્વનાથના તીર્થમાંથી મહાવીરના તીર્થમાં સંક્રાંત થતા કે નવદીક્ષિતને હોય છે. છેદોપસ્થાપનીય સાધુ પહેલા અને છેલ્લા [તીર્થંકરના] તીર્થમાં જ હોય છે.
નિર્વિશ્યમાનક - પરિહારિક તપને તપતા. નિર્વિષ્ઠકાયિક - નિર્વિશમાનકના અનુચરક. - - - સંક્લિશ્યમાનક - ઉપશમ શ્રેણીથી પડતા.. વિશુદ્ધમાનક - ઉપશમ શ્રેણી કે ક્ષપક શ્રેણીને આરોહનાર. - X -
હવે સામાયિક સંયતાદિનું સ્વરૂપ ગાથાઓ વડે કહે છે – (૧) સામાયિક જ સ્વીકારનાર, છેદોપસ્થાપનીયાદિ નહીં. ચતુર્યામ-ચાર મહાવ્રત. અનુત્તરધર્મ-શ્રમણધર્મ. ત્રિવિધેન-મન વગેરેથી. ફાસયંત-સ્પર્શતો, પાલન કરતો જે વર્તે તે સામાયિક સંયત. - X -આ ગાથા વડે યાવત્કથિક સામાયિક સંયત કહ્યા, ઈત્વર સામાયિક સંયત સ્વયં કહેવો. – (૨) ગાથા સુગમ છે, વિશેષ આ – છેદ એટલે પૂર્વના પર્યાય છેદીને, ઉપસ્થાપન એટલે વ્રતોમાં સ્થાપન, તે છેદોપસ્થાપન. આ ગાથા વડે સાતિચાર અને નિરતિચાર બીજા સંયત કહ્યા.
(૩) પરિહરતિ - નિર્વિશમાનક આદિ ભેદરૂપ તપને સેવે છે, તે સાધુ, શું કરીને? તે કહે છે – વિશુદ્ધ એવા પંચયામ અનુત્તરધર્મને ત્રિવિધે સ્પર્શીને, અહીં ‘પંચમહાવ્રત’ કહેવાથી પહેલા અને છેલ્લા તીર્થંકરમાં જ તે હોય છે. (૪) લોભાણુ - લોભરૂપ કષાયની સૂક્ષ્મ કિટ્ટિકાને વેદતો જે વર્તે તે. – (૫) ઉપશાંત - મોહનીય કર્મ ક્ષીણ કે ઉપશાંત થતા જે છદ્મસ્થ કે જિન વર્તે છે, તે યથાખ્યાત સંયત કહેવાય છે. - - હવે વેદદ્વાર કહે છે–

Linked texts (1)