Pramāṇa · Search · About · API

Viyahapannatti 1383

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1383

Language
Gujarati

1383

વિવેચન :–૯૪૨, ૯૪૩
સામાયિક સંયત, અવેદક પણ હોય, નવમા ગુણઠાણે વેદનો ક્ષય કે ઉપશમ થાય છે. નવમ ગુણસ્થાનક સુધી સામાયિક સંયત પણ વ્યપદેશાય છે. સામાયિક સંયત, સવેદ ત્રણ વેદે પણ હોય. અવેદ એટલે ક્ષીણ કે ઉપશાંતવેદ. પરિહાર વિશુદ્ધિક સંયત પુરુષવેદ કે પુરુષનપુંસક વેદમાં હોય છે. સૂક્ષ્મ સંપરાય સંયત, ક્ષીણ-ઉપશાંતત્વ વડે અવેદક હોય છે.
આ પ્રમાણે બીજા પણ સૂત્રોનો અતિદેશ અનંતર કહેવાયેલ ઉદ્દેશક અનુસાર સ્વયં જાણી લેવો.
કલ્પદ્વારમાં અસ્થિતકલ્પ મધ્યમજિન અને મહાવિદેહજિનના તીર્થોમાં હોય છે ત્યાં છેદોપસ્થાપનીય નથી. - - - ચારિત્રદ્વારને આશ્રીને કહ્યું છે - સામાયિક સંયતના પુલાકાદિ પરિણામ ચારિત્રપણાથી હોય છે.
જ્ઞાનદ્વારમાં - યથાખ્યાત સંયતના પાંચ જ્ઞાનો ભજનાએ છે, જેમ જ્ઞાનોદ્દેશકમાં કહ્યું. તે જ્ઞાનોદ્દેશક આ છે - શતક-૮, ઉદ્દેશા-૨-માં વક્તવ્યતાર્થે અવાંતર પ્રકરણ છે. ભજના-કેવલી, યથાખ્યાત ચારિત્રિને કેવળજ્ઞાન, છદ્મસ્થવીતરાગ યથાખ્યાત ચારિત્રિને બે, ત્રણ કે ચાર જ્ઞાનો હોય છે.. શ્રુતાધિકારમાં યથાખ્યાત સંયત જો નિર્ગ્રન્થ હોય, તો અષ્ટપ્રવચન માતાથી ચૌદપૂર્વ પર્યન્ત શ્રુત હોય. સ્નાતક શ્રુતાતીત હોય. - X -

Linked texts (1)