Pramāṇa · Search · About · API

Viyahapannatti 1384

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1384

Language
Gujarati

1384

‘ભગવતી’ સૂત્ર-૯૪૪ થી ૯૪૭ :– [૨૫/–/૭/૯૪૪ થી ૯૪૭]
[૯૪૪] ભગવન્‌! સામાયિક સંયત શું અવસર્પિણીકાળે હોય, ઉત્સર્પિણીકાળે હોય કે નોઅવસર્પિણી-નોઉત્સર્પિણીકાળે હોય? ગૌતમ! અવસર્પિણી કાળે૦ બકુશવત્‌ કહેવું. એ રીતે છેદોપસ્થાપનીયમાં પણ કહેવું. માત્ર જન્મ અને સદ્ભાવ આશ્રીને ચાર આરામાં નથી હોતા, સંહરણની અપેક્ષાએ કોઈપણ પલિભાગ [આરા]માં હોય છે. બાકી પૂર્વવત્‌.
પરિહારવિશુદ્ધિમાં પ્રશ્ન? ગૌતમ! અવસર્પિણી કે ઉત્સર્પિણી કાળમાં હોય છે. નોઅવસર્પિણી-નોઉત્સ-ર્પિણીકાળમાં નથી હોતા. અવસર્પિણીકાળમાં હોય તો પુલાકવત્‌ જાણવા, ઉત્સર્પિણી કાળમાં પણ પુલાકવત્‌ છે.
સૂક્ષ્મસંપરાય, નિર્ગ્રન્થવત્‌ છે. એ રીતે યથાખ્યાત પણ છે.
[૯૪૫] ભગવન્‌! સામાયિક સંયત કાલધર્મ પામીને કઈ ગતિમાં જાય છે? દેવગતિમાં જાય. દેવગતિમાં જાય તો શું ભવનપતિમાં ઉપજે કે વ્યંતર, જ્યોતિષ્ક કે વૈમાનિકમાં ઉપજે? ગૌતમ! ભવનપતિમાં ન ઉપજે૦ આદિ કષાયકુશીલવત્‌ કહેવું. એ પ્રમાણે છેદોપસ્થાપનીયમાં કહેવું. પરિહાર વિશુદ્ધિકને પુલાકવત્‌ કહેવા. સૂક્ષ્મસંપરાયને નિર્ગ્રન્થવત્‌ કહેવા.
યથાખ્યાત વિશે પ્રશ્ન? ગૌતમ! એ પ્રમાણે યથાખ્યાતસંયત પણ યાવત્‌ અજઘન્યોત્કૃષ્ટ અનુત્તર વિમાનોમા ઉપજે, કોઈક સિદ્ધ થાય, યાવત્‌ સર્વે દુઃખોનો અંત કરે છે.
ભગવન્‌! સામાયિક સંયત, દેવલોકમાં ઉપજતા શું ઈન્દ્રપણે ઉપજે૦ પ્રશ્ન? ગૌતમ! અવિરાધનાને આશ્રીને, કષાયકુશીલમાં કહ્યા મુજબ જાણવું. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ કહેવા. પરિહારવિશુદ્ધિકને પુલાકવત્‌ કહેવા. બાકીના બધાંને નિર્ગ્રન્થવત્‌ કહેવા.
ભગવન્‌! સામાયિક સંયતને દેવલોકમાં ઉપજતા કેટલો કાળ સ્થિતિ હોય છે? ગૌતમ! જઘન્યથી બે પલ્યોપમ, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ. એ પ્રમાણે છેદોપસ્થાપનીયને કહેવા. - - પરિહાર વિશુદ્ધિકનો પ્રશ્ન? ગૌતમ! જઘન્યથી બે પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ૧૮ સાગરોપમ. બાકી નિર્ગ્રન્થ પ્રમાણે.
[૯૪૬] ભગવન્‌! સામાયિક સંયતને કેટલા સંયમસ્થાનો છે? ગૌતમ! અસંખ્ય સંયમ સ્થાનો છે. એ રીતે યાવત્‌ પરિહાર વિશુદ્ધિકને કહેવા. સૂક્ષ્મ સંપરાય વિશે પ્રશ્ન? ગૌતમ! અસંખ્ય અંતર્મુહૂર્ત્ત સમય સમાન. યથાખ્યાત સંયત વિશે પ્રશ્ન? ગૌતમ! એક જઘન્યોત્કૃષ્ટ સંયમસ્થાન.
ભગવન્‌! આ સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિક, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત સંયતોના સંયમ સ્થાનોમાં કોણ કોનાથી યાવત્‌ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડા યથાખ્યાત સંયતના એક અજઘન્ય-ઉત્કૃષ્ટ સંયમ સ્થાન છે, સૂક્ષ્મ સંપરાય સંયતના અંત-ર્મુહૂર્તિક સંયમ સ્થાન અસંખ્યાતગણા છે. પરિહાર વિશુદ્ધિક સંયતના સંયમ સ્થાન અસંખ્યાતગણા છે. સામાયિક સંયતના અને છેદોપસ્થાપનીય સંયતના સંયમસ્થાનો તુલ્ય અને અસંખ્યાતગણા છે.
[૯૪૭] ભગવન્‌! સામાયિક સંયતના કેટલા ચારિત્રપર્યવો છે? ગૌતમ! અનંતા ચારિત્ર પર્યવો છે. એ પ્રમાણે યાવત્‌ યથાખ્યાત સંયતના છે.
ભગવન્‌! સામાયિક સંયત, સામાયિક સંયતના સ્વસ્થાન સંનિકર્ષ ચારિત્ર પર્યવોથી શું હીન-તુલ્ય કે અધિક છે? કદાચ હીન-છ સ્થાન પતિત. - - ભગવન્‌! સામાયિક સંયત છેદોપસ્થાપનીય પરસ્થાન સંનિકર્ષ, ચારિત્ર પર્યવોથી૦ પ્રશ્ન? ગૌતમ! કદાચ હીન-છ સ્થાન પતિત. એ પ્રમાણે પરિહાર વિશુદ્ધિકના પણ જાણવા.
ભગવન્‌! સામાયિક સંયત, સૂક્ષ્મ સંપરાય સંયતના પરસ્થાન સંનિકર્ષથી ચારિત્રપર્યવમાં પૃચ્છા. ગૌતમ! હીન છે, તુલ્ય નથી. અનંતગુણ હીન છે. એ રીતે યથાખ્યાત સંયતના પણ જાણવા. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ નીચેના ત્રણની સાથે છ સ્થાન પતિત અને ઉપરના બે સાથે તે જ પ્રમાણે અનંતગુણહીન છે.
પરિહાર વિશુદ્ધિકને છેદોપસ્થાપનીય માફક જાણવા.
ભગવન્‌! સૂક્ષ્મ સંપરાય સંયત, સામાયિક સંયતના પરસ્થાનનો પ્રશ્ન? ગૌતમ! હીન કે તુલ્ય નથી, અધિક છે. અનંતગુણ અધિક છે. એ પ્રમાણે છેદોપસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધિની સાથે સ્વસ્થાનથી કદાચ હીન, કદાચ તુલ્ય, કદાચ અધિક છે. જો હીન હોય તો અનંતગુણહીન, જો અધિક હોય તો અનંતગુણ અધિક હોય છે. - - સૂક્ષ્મ સંપરાય સંયત, યથાખ્યાત સંયતના પરસ્થાનમાં પ્રશ્ન? ગૌતમ! હીન છે, તુલ્ય કે અધિક નહીં. અનંતગુણ હીન છે. યથાખ્યાત, નીચેના ચારમાં હીન કે તુલ્ય નહીં, અધિક છે - અનંતગુણ અધિક છે. સ્વસ્થાનમાં હીન નથી, તુલ્ય છે, અધિક નથી.
ભગવન્‌! આ સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત સંયતનોના જઘન્ય-ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવોમાં કોણ, કોનાથી યાવત્‌ વિશેષાધિક છે? ગૌતમ! સામાયિક સંયતના અને છેદોપસ્થાપનીય સંયતના આ જઘન્ય ચારિત્રપર્યવો બંને તુલ્ય અને સૌથી થોડા છે. પરિહારવિશુદ્ધિક સંયતના જઘન્ય ચારિત્ર પર્યવો અનંતગણા છે, તેના જ ઉત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંતગણા છે. સામાયિક અને છેદોપસ્થાપનીય સંયતના ઉત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંતગણા છે, તેનાથી યથાખ્યાત સંયતના અજઘન્ય-ઉત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંતગણા છે.
ભગવન્‌! સામાયિકસંયત શું સયોગી હોય કે અયોગી? ગૌતમ! સયોગી, પુલાકવત્‌ જાણવા. એ પ્રમાણે યાવત્‌ સૂક્ષ્મસંપરાય સંયત કહેવા. યથાખ્યાતને સ્નાતકવત્‌ જાણવા.
ભગવન્‌! સામાયિક સંયત શું સાકારોપયુક્ત છે કે અનાકારોપયુક્ત? ગૌતમ! સાકારોપયુક્ત, પુલાકવત્‌ છે. એ રીતે યથાખ્યાત સુધી કહેવું. માત્ર સૂક્ષ્મ સંપરાય, સાકારોપયુક્ત હોય, અનાકારોપયુક્ત ન હોય.
ભગવન્‌! સામાયિક સંયત શું સકષાયી હોય કે અકષાયી? ગૌતમ! સકષાયી હોય, અકષાયી ન હોય, જેમ કષાયકુશીલ કહ્યા એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ કહેવા.
પરિહાર વિશુદ્ધિકને પુલાકવત્‌ કહેવા. સૂક્ષ્મ સંપરાય સંયતનો પ્રશ્ન? ગૌતમ સકષાયી હોય, અકષાયી નહીં. જો સકષાયી હોય તો હે ભગવન્‌! તે કેટલા કષાયોમાં હોય? ગૌતમ! એક જ સંજ્વલન લોભમાં હોય. યથાખ્યાત સંયતને નિર્ગ્રન્થવત્‌ કહેવા.
ભગવન્‌! સામાયિક સંયત, શું સલેશ્યી હોય કે અલેશ્યી? ગૌતમ! સલેશ્યી હોય, જેમ કષાયકુશીલ કહ્યા. એ રીતે છેદોપ-સ્થાપનીય કહેવા. પરિહારવિશુદ્ધિક, પુલાકવત્‌ કહેવા. સૂક્ષ્મસંપરાય, નિર્ગ્રન્થવત્‌ કહેવા. યથાખ્યાત સ્નાતકવત્‌ કહેવા. માત્ર સલેશ્યી હોય, એક શુક્લલેશ્યા હોય.

Linked texts (1)