Pramāṇa · Search · About · API

Viyahapannatti 1388

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1388

Language
Gujarati

1388

‘ભગવતી’ સૂત્ર-૯૪૯ થી ૯૫૧ :– [૨૫/–/૭/૯૪૯ થી ૯૫૧]
[૯૪૯] ભગવન્‌! સામાયિક સંયત કેટલી કર્મપ્રકૃત્તિ બાંધે? ગૌતમ! સાત ભેદે બાંધે, આઠ ભેદે બાંધે આદિ બકુશવત્‌. આ પ્રમાણે પરિહારવિશુદ્ધિ સુધી જાણવું. - - સૂક્ષ્મ સંપરાય સંયત વિશે પ્રશ્ન? ગૌતમ! આયુ અને મોહનીય વર્જીને છ કર્મપ્રકૃતિ બાંધે. યથાખ્યાત સંયત સ્નાતક મુજબ છે.
ભગવન્‌! સામાયિક સંયત કેટલી કર્મપ્રકૃત્તિઓ વેદે છે? ગૌતમ! નિયમા આઠ કર્મપ્રકૃતિને વેદે છે. એ પ્રમાણે સૂક્ષ્મસંપરાય સુધી જાણવું. - યથાખ્યાત વિશે પ્રશ્ન? ગૌતમ! સાત કે ચાર ભેદે વેદે. જો સાત ભેદે વેદે તો મોહનીયવર્જિત સાત કર્મપ્રકૃત્તિ વેદે, ચારને વેદતા વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર કર્મપ્રકૃતિઓને વેદે.
ભગવન્‌! સામાયિક સંયત, કેટલી કર્મપ્રકૃતિઓ ઉદીરે છે? ગૌતમ! સાત ભેદે૦ બકુશવત્‌. એ પ્રમાણે પરિહારવિશુદ્ધિ સુધી કહેવું. સૂક્ષ્મ સંપરાય વિશે પ્રશ્ન? ગૌતમ! છ ભેદે કે પાંચ ભેદે ઉદીરે. છ ને ઉદીરતો આયુ અને વેદનીય સિવાયની છ કર્મપ્રકૃતિને ઉદીરે. પાંચને ઉદીરતો આયુ, વેદનીય, મોહનીય વર્જીને પાંચ કર્મપ્રકૃત્તિ ઉદીરે. - - યથાખ્યાત સંયત વિશે પ્રશ્ન? ગૌતમ! પાંચ ભેદે કે બે ભેદે ઉદીરે અથવા ન ઉદીરે. પાંચ ઉદીરતો આયુ૦ બાકી બધું નિર્ગ્રન્થવત્‌ કહેવું.
[૯૫૦] ભગવન્‌! સામાયિક સંયત, સામાયિક સંયતપણાને છોડતો શું છોડે? શું પ્રાપ્ત કરે? ગૌતમ! સામાયિક સંયતત્વને છોડે છે અને છેદોપસ્થાપનીય કે સૂક્ષ્મ સંપરાય સંયત, અસંયત, સંયતાસંયતને પામે છે.
છેદોપસ્થાપનીયનો પ્રશ્ન? ગૌતમ! છેદોપસ્થાપનીય સંયતત્વ છોડે છે, સામાયિક-પરિહારવિશુદ્ધિ-સૂક્ષ્મસંપરાય-અસંયમ કે સંયમાસંયમ પ્રાપ્ત કરે છે. - - પરિહારવિશુદ્ધિ વિશે પ્રશ્ન? ગૌતમ! પરિહારવિશુદ્ધિ સંયતત્વને છોડે છે. છેદોપસ્થાપનીય સંયમ કે અસંયમને પ્રાપ્ત કરે છે.
સૂક્ષ્મ સંપરાય વિશે પ્રશ્ન? ગૌતમ! સૂક્ષ્મસંપરાયત્વને છોડે છે. સામાયિક સંયમ, છેદોપસ્થાપનીય સંયમ, યથાખ્યાત સંયમ કે અસંયમ પ્રાપ્ત કરે છે. - - યથાખ્યાત સંયત વિશે પ્રશ્ન? ગૌતમ! યથાખ્યાત સંયતપણાને છોડે છે. સૂક્ષ્મસંપરાય સંયમ, અસંયમ, સિદ્ધિ ગતિને પામે છે.
[૯૫૧] ભગવન્‌! સામાયિક સંયત શું સંજ્ઞોપયુક્ત હોય? નોસંજ્ઞોપયુક્ત હોય? ગૌતમ! સંજ્ઞોપયુક્ત૦ બકુશવત્‌ જાણવા. એ રીતે પરિહારવિશુદ્ધિ સુધી જાણવું. સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત, પુલાકવત્‌ છે.
ભગવન્‌! સામાયિક સંયત શું આહારક હોય કે અનાહારક? પુલાકવત્‌ જાણવું. એ રીતે સૂક્ષ્મસંપરાય સુધી જાણવું. - - યથાખ્યાતસંયતને સ્નાતક મુજબ જાણવા.
ભગવન્‌! સામાયિક સંયત કેટલા ભવગ્રહણ કરે? ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આઠ. એ પ્રમાણે છેદોપસ્થાપનીયને જાણવા. પરિહાર વિશુદ્ધિક વિશે પ્રશ્ન? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ત્રણ સમય. એ પ્રમાણે યથાખ્યાત સંયત સુધી કહેવું.

Linked texts (1)