Viyahapannatti 1387
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1387
- Language
- Gujarati
1387
વિવેચન :–૯૪૮
સૂક્ષ્મસંપરાય૦ વર્ધમાન કે હ્રીયમાન પરિણામમાં હોય, અવસ્થિત પરિણામી ન હોય. કેમકે શ્રેણીએ ચડતા વર્ધમાન પરિણામ, પડતા હ્રીયમાન પરિણામ હોય. ગુણસ્થાનક સ્વભાવથી તેને અવસ્થિત પરિણામી ન હોય.
સૂક્ષ્મસંપરાયના જઘન્યથી વર્ધમાન પરિણામ એક સમય, તેની પ્રાપ્તિના સમય પછી તુરંત મરણ થાય. તેના ગુણસ્થાનકના પ્રમાણત્વથી ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત પ્રમાણ છે. આ રીતે તેના હ્રીયમાન પરિણામ પણ વિચારવા.
જે યથાખ્યાત સંયત કેવળજ્ઞાનને પામે છે, તે શૈલેશીકરણને પામે, તેને વર્ધમાન પરિણામ જઘન્યથી-ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત છે, તેના ઉત્તર કાળે તેનો વ્યવચ્છેદ થાય છે. અવસ્થિત પરિણામ જઘન્યથી એક સમય છે. ઉપશમકાળના પહેલા સમય પછી તુરંત મરણથી આમ કહ્યું. -X-X-
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit