Pramāṇa · Search · About · API

Viyahapannatti 1389

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1389

Language
Gujarati

1389

વિવેચન :–૯૪૯ થી ૯૫૧
સૂક્ષ્મ સંપરાય સંયત આયુ ન બાંધે કેમકે અપ્રમત્તના અંત સુધી આયુનો બંધ થાય. મોહનીય પણ બાદર કષાયોદય અભાવથી ન બાંધે, તેથી આ બંને છોડીને છ કર્મપ્રકૃત્તિને બાંધે છે.
વેદ દ્વાર - યથાખ્યાત સંયત નિર્ગ્રન્થાવસ્થામાં મોહનીય છોડીને ૭ કર્મપ્રકૃતિને વેદે છે. કેમકે મોહનીયનો ઉપશમ કે ક્ષય થયો હોય છે. સ્નાતક અવસ્થામાં ચારને જ વેદે કેમકે ઘાતીકર્મપ્રકૃતિ ક્ષીણ થઈ હોય છે.
ઉપસંપદ્ધાન દ્વાર - સામાયિક સંયત, સામાયિક સંયતત્વને છોડે છે, છેદોપસ્થાપનીય સંયતત્વને પામે છે. ચતુર્યામ ધર્મથી પંચયામ ધર્મમાં પાર્શ્વનાથના શિષ્યવત્‌ સંક્રમે. અથવા શિષ્યને મહાવ્રત આરોપણમાં. અથવા સૂક્ષ્મસંપરાય સંયતત્વને પામે, શ્રેણીપ્રતિપત્તિથી અથવા અસંયમાદિ થાય.
છેદોપસ્થાપનીય સંયત, છેદોપસ્થાપનીય સંયતત્વને છોડીને સામાયિક સંયતત્વને પામે. જેમ આદિનાથ તીર્થના સાધુ, અજિત સ્વામીના તીર્થને સ્વીકારે. અથવા પરિહારવિશુદ્ધિક સંયતત્વને તેવી યોગ્યતાથી પામે.
પરિહારવિશુદ્ધિક સંયત, પરિહાર વિશુદ્ધિ સંયતત્વને છોડીને ફરી ગચ્છાદિનો આશ્રય કરતાં છેદોપસ્થાપનીય સંયતત્વ પામે અથવા દેવપણે ઉત્પન્ન થઈ અસંયમને પામે - - - સૂક્ષ્મસંપરાય સંયત, સૂક્ષ્મસંપરાય સંયતત્વને શ્રેણીથી પડતા છોડીને સામાયિક સંયતત્વને પામે. જો પહેલાં સામાયિક સંયત થાય તો છેદોપસ્થાપનીય સંયતત્વને પામે. જો પહેલાં સામાયિક સંયત થાય તો છેદોપસ્થાપનીય સંયતત્વને પામે, જો પહેલા છેદોપસ્થાપનીય સંયત થાય, તો યથાખ્યાત સંયતત્વને શ્રેણી આરોહતા પામે.
યથાખ્યાત સંયત, યથાખ્યાત સંયતત્વને છોડીને શ્રેણીથી પડતા સૂક્ષ્મસંપરાય સંયતત્વને પામે કે ઉપશાંત મોહત્વમાં મરતા દેવમાં ઉપજતા અસંયમત્વ પામે. સ્નાતક હોય તો સિદ્ધિગતિ પામે.

Linked texts (1)