Pramāṇa · Search · About · API

Viyahapannatti 1391

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1391

Language
Gujarati

1391

વિવેચન :–૯૫૨
છેદોપસ્થાપનીયના ઉત્કૃષ્ટથી વીસ પૃથક્ત્વ અર્થાત્‌ છ વીસી એટલે કે ૧૨૦ વખત ઉક્ત આકર્ષ પામે. - - પરિહાર વિશુદ્ધિક સંયતત્વ ઉત્કૃષ્ટથી એક ભવમાં ત્રણ વખત પામે. એક ભવમાં બે ઉપશમ શ્રેણીના સંભવથી પ્રત્યેક સંક્લિશ્યમાન અને વિશુદ્ધયમાન રૂપ બે સૂક્ષ્મ સંપરાયના ભાવથી ચાર વખત સૂક્ષ્મસંપરાયતપણાને પામે છે. યથાખ્યાતસંયત બે ઉપશમ શ્રેણીના સંભવથી ઉત્કૃષ્ટ બે વખત પામે.
અનેક ભવગ્રહણ આકર્ષ અધિકારમાં છેદોપસ્થાપનીયમાં ઉત્કૃષ્ટ ૯૦૦ થી ૧૦૦૦ વચ્ચે. એક ભવમાં ૧૨૦ આકર્ષ થાય. આઠ ભવ વડે ગુણતા ૯૬૦ થાય. આ સંખ્યા પ્રદર્શન સંભવ માત્રને આશ્રીને છે, તે બીજી રીતે પણ હોય. તે ૯૦૦ થી ઉપર, જેમ ઘટે તેમ કરી લેવી.
પરિહાર વિશુદ્ધિમાં ઉત્કૃષ્ટ સાત - એક ભવમાં તેમાં ત્રણ કહ્યા. ત્રણ ભવને આશ્રીને ત્રણ-બે-બે એ રીતે સાત થાય. - - સૂક્ષ્મ સંપરાયમાં નવ આકર્ષ - એક ભવમાં ચાર આકર્ષ કહ્યા. બીજા ભવમાં પણ ચાર અને ત્રીજા ભવમાં એક, એ રીતે નવ આકર્ષ થાય. યથાખ્યાત સંયતને એક ભવમાં બે આકર્ષ, બીજા ભવમાં બે, ત્રીજામાં એક, એ રીતે પાંચ થાય.

Linked texts (1)