Pramāṇa · Search · About · API

Viyahapannatti 1392

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1392

Language
Gujarati

1392

‘ભગવતી’ સૂત્ર-૯૫૩ :– [૨૫/–/૭/૯૫૩]
ભગવન્‌! સામાયિક સંયત કાળથી કેટલો કાળ હોય? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી દેશન્યૂન ૯૦૦ વર્ષ ઓછા પૂર્વકોડી. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ જાણવા.
પરિહાર વિશુદ્ધિક જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી દેશ ન્યૂન ૨૯ વર્ષ ઓછા પૂર્વ કોડી. સૂક્ષ્મ સંપરાય સંયતને નિર્ગ્રન્થવત્‌ જાણવા. યથાખ્યાત, સામાયિક સંયતવત્‌ છે.
ભગવન્‌! સામાયિક સંયતો કાળથી કેટલો કાળ રહે? ગૌતમ! સર્વકાળ - - છેદોપસ્થાપનીયનો પ્રશ્ન? ગૌતમ! જઘન્યથી ૨૫૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ૫૦ લાખ કરોડ સાગરોપમ. - - પરિહાર વિશુદ્ધિકોનો પ્રશ્ન? ગૌતમ! જઘન્યથી દેશોન ૨૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી દેશોન બે પૂર્વકોડી. - - સૂક્ષ્મ સંપરાય સંયતો વિશે પ્રશ્ન? ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત. યથાખ્યાત સંયતોને સામાયિક સંયતો માફક જાણવા.
ભગવન્‌! સામાયિક સંયતને કેટલા કાળનું અંતર હોય? ગૌતમ! જઘન્યથી૦ પુલાકવત્‌. એ રીતે યથાખ્યાતસંયત સુધી જાણવું.
ભગવન્‌! સામાયિક સંયતોને કેટલા કાળનું અંતર રહે? અંતર નથી. છેદોપસ્થાપનીયનો પ્રશ્ન? ગૌતમ! જઘન્યથી ૬૩,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ૧૮ કોડાકોડી સાગરોપમ. પરિહારવિશુદ્ધિકોનો પ્રશ્ન? ગૌતમ! જઘન્યથી ૮૪,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ૧૮ કોડાકોડી સાગરોપમ. સૂક્ષ્મસંપરાય સંયતો નિર્ગ્રન્થો મુજબ. યથાખ્યાતો સામાયિકસંયતો મુજબ.
ભગવન્‌! સામાયિકસંયતને કેટલા સમુદ્ઘાતો છે? ગૌતમ! છ સમુદ્ઘાત૦ કષાયકુશીલ માફક છે. એ રીતે છેદોપસ્થાપનીયના જાણવા. - - પરિહાર વિશુદ્ધિક, પુલાકવત્‌. સૂક્ષ્મસંપરાય, નિર્ગ્રન્થ મુજબ અને યથાખ્યાત સંયતના સ્નાતક મુજબ જાણવા.
ભગવન્‌! સામાયિક સંયત શું લોકના સંખ્યાત ભાગમાં હોય કે અસંખ્યાત ભાગમાં૦ પ્રશ્ન. ગૌતમ! સંખ્યાત ભાગમાં ન હોય૦ આદિ પુલાક સમાન જાણવું. એ પ્રમાણે સૂક્ષ્મસંપરાય સુધી જાણવું. - - યથાખ્યાત સંયતને સ્નાતકવત્‌ જાણવા.
ભગવન્‌! સામાયિક સંયત શું લોકના સંખ્યાતમાં ભાગને સ્પર્શે૦? ક્ષેત્ર અવગાહના સમાન સ્પર્શના કહેવી.
ભગવન્‌! સામાયિક સંયત કયા ભાવમાં હોય? ગૌતમ! ઔપશમિક ભાવમાં હોય છે. એ રીતે સૂક્ષ્મ સંપરાય સુધી જાણવું. યથાખ્યાત સંપરાય વિશે પ્રશ્ન? ગૌતમ! ઔપશમિક કે ક્ષાયિક ભાવમાં હોય.
ભગવન્‌! સામાયિક સંયતો એક સમયમાં કેટલા હોય? ગૌતમ! પ્રતિપદ્યમાનકને આશ્રીને સર્વ કથન કષાયકુશીલવત્‌ કહેવું. - - છેદોપસ્થાપનીયોનો પ્રશ્ન? ગૌતમ! પ્રતિપદ્યમાનને આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય, જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટ શત પૃથક્‌ત્વ હોય. પૂર્વ પ્રતિપન્નને આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને કોડી શત પૃથક્‌ત્વ હોય.
પરિહારવિશુદ્ધિકો, પુલાકોવત્‌ જાણવા. - - સૂક્ષ્મ સંપરાય સંયતો, નિર્ગ્રન્થવત્‌ જાણવા. યથાખ્યાત સંયતો વિશે પ્રશ્ન? ગૌતમ! પ્રતિપદ્યમાનને આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ હોય અને ઉત્કૃષ્ટથી ૧૬૨ હોય, જેમાં ૧૦૮ ક્ષપક, ૫૪ ઉપશમક હોય. પૂર્વપ્રતિપન્નને આશ્રીને જઘન્ય અને ઉત્કૃષ્ટથી કોડી પૃથક્ત્વ હોય.
ભગવન્‌! આ સામાયિક-છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાતસંયતોમાં કોણ, કોનાથી યાવત્‌ વિશેષાધિક છે? ગૌતમ! સૌથ થોડા સૂક્ષ્મસંપરાય સંયતો છે, પરિહાર વિશુદ્ધિકો સંખ્યાતગણા, યથાખ્યાત સંયતો સંખ્યાતગણા, છેદોપસ્થાપનીય સંયતો સંખ્યાતગણા, સામાયિક સંયતો સંખ્યાતગણા છે.

Linked texts (1)