Viyahapannatti 1393
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1393
- Language
- Gujarati
1393
વિવેચન :–૯૫૩
સામાયિક સ્વીકાર સમય પછી તુરંત મરે તો એક સમય. ઉત્કૃષ્ટથી દેશ ન્યૂન નવ વર્ષ ન્યૂન પૂર્વકોડી કહ્યું તે ગર્ભસમયથી આરંભીને જાણવું. અન્યથા જન્મદિન અપેક્ષાએ અષ્ટ વર્ષ ન્યૂન હોય. મરણ અપેક્ષાએ પરિહાર વિશુદ્ધિક જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી દેશોન નવ વર્ષ પર્યાયથી કોઈ પૂર્વ કોટી આયુવાળો પ્રવ્રજ્યા લે. તેનો ૨૦ વર્ષ પ્રવ્રજ્યા પર્યાય થતાં દૃષ્ટિવાદની અનુજ્ઞા થાય, તેવો પરિહાર વિશુદ્ધિ સ્વીકારે, તે - X - આ જન્મ પાળે તો ૨૯ વર્ષ ન્યૂન પૂર્વ કોટી થાય. યથાખ્યાતને ઉપશમાવસ્થામાં મરણથી જઘન્ય એક સમય.
પૃથક્ત્વમાં કાળ વિચારણા-ઉત્સર્પિણીમાં આદિ તીર્થંકરના તીર્થમાં યાવત્ છેદોપસ્થાપનીય રહે. તેમનું તીર્થ ૨૫૦ વર્ષ ચાલે, તેથી ૨૫૦ વર્ષ જઘન્યથી છેદોપસ્થાપનીયના કહ્યા. અવસર્પિણીના આદિ તીર્થકરનું તીર્થ યાવત્ છેદોપસ્થાપનીય પ્રવર્તે, તે ૫૦ લાખ કરોડ સાગરોપમ હોય, તેથી ઉત્કૃષ્ટ આ સ્થિતિ કહી. પરિહાર વિશુદ્ધિક જઘન્યથી ઉત્સર્પિણીમાં આદ્ય જિન પાસે કોઈ ૧૦૦ વર્ષનો પરિહાર વિશુદ્ધિ સ્વીકારે, તેની પાસે, તેના જીવિતને અંતે બીજો કોઈ ૧૦૦ વર્ષનું સ્વીકારે, પછી તેનો સ્વીકાર ન થાય માટે ૨૦૦ વર્ષ કહયા. તે બંનેને ૨૯ વર્ષ જતાં તેની પ્રતિપત્તિ છે, માટે ૫૮ વર્ષ ન્યૂન કહ્યું.
ઉક્ત વ્યાખ્યા ટીકાકારની છે, ચૂર્ણિકાર પણ તેમજ કહે છે – પણ અવસર્પિણીમાં અંતિમ જિન અપેક્ષાએ વિશેષ છે. અવસર્પિણીમાં આદિ તીર્થંકર પાસે કોઈ પરિહાર વિશુદ્ધિકનું પૂર્વકોટી આયુ છે, તેના જીવનના અંતે કોઈ બીજું તેવું જ પૂર્વકોટી આયુવાળું દીક્ષા લે, તો બે પૂર્વકોટી થાય. - X -
અંતરદ્વાર - અવસર્પિણીમાં દુષમકાળ સુધી છેદોપસ્થાપનીય સંયમ વર્તે છે, તેથી પછી ૨૧,૦૦૦ વર્ષના છઠ્ઠા આરામાં અને ઉત્સર્પિણીમાં ૨૧-૨૧ હજાર વર્ષ પહેલા બે આરામાં એમ ૬૩,૦૦૦ વર્ષનું આંતરું પડે. ઉત્કૃષ્ટથી ૧૮ કોડાકોડી સાગરોપમ-ઉત્સર્પિણીમાં ૨૪-માં તીર્થંકર સુધી છેદોપસ્થાપનીય ચારિત્ર હોય. પછી સુષમદુષમાદિ ત્રણ આરા, અનુક્રમે બે-ત્રણ-ચાર કોડાકોડી સાગરોપમ પ્રમાણ અને અવસર્પિણીમાં સુષમાસુષમાદિ ત્રણમાં ચાર-ત્રણ-બે કોડાકોડી સાગરોપમ પ્રમાણ એમ કુલ ૧૮-કોડાકોડી સાગરોપમ પછી પહેલા જિન તીર્થને સ્થાપે, તેથી આટલો કાળ છેદોપસ્થાપનીય ન પ્રવર્તે. - X -
પરિહાર વિશુદ્ધિકનું અંતર જઘન્યથી ૮૪,૦૦૦ વર્ષ - અવસર્પિણીમાં છેલ્લા બે, ઉત્સર્પિણીમાં પહેલા બે, એમ ચાર આરાના પ્રત્યેકના ૨૧,૦૦૦ વર્ષ લેખે ૮૪,૦૦૦ વર્ષ થાય. - X - X - ઉત્કૃષ્ટકાળ ૧૮ કોડાકોડી સાગરોપમ પૂર્વવત્ છે.
પરિણામ દ્વાર - છેદોપસ્થાપનીય જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને કોડી શત પૃથક્ત્વ. આ છેદોપસ્થાપનીય સંયત પરિણામાદિ તીર્થંકરના તીર્થને આશ્રીને સંભવે છે. જઘન્યથી તે સમ્યક્ સમજાતું નથી. કેમકે ભરતાદિ દશ ક્ષેત્રમાં પ્રત્યેકના ગણતાં વીશ સંભળાય છે. કોઈ કહે છે – આ પણ આદિ તીર્થંકરના જે તીર્થકાળ છે, તેની અપેક્ષાએ જ જાણવું. - X - X -
અલ્પબહુત્વદ્વાર - સ્તોકત્વ કાળથી અને નિર્ગ્રન્થતુલ્યત્વથી તેનું પ્રમાણ શતપૃથક્ત્વ છે. પરિહારવિશુદ્ધિક સંયત, તેના કાળની બહુત્વ-તાથી અને પુલાકની તુલ્યતાથી સહસ્ર પૃથક્ત્વમાનથી સંખ્યાતગણા છે. યથાખ્યાત સંયત સંખ્યાતગણા છે. કેમકે કોડી પૃથક્ત્વ પ્રમાણથી કહ્યું. સામાયિક સંયત સંખ્યાતગુણા, કોડી સહસ્ર પૃથક્ત્વ પ્રમાણથી કહ્યા છે. - - સંયતો કહ્યા, તેમાં કેટલાંક પ્રતિસેવી હોય છે, તેથી પ્રતિસેવા ભેદથી પ્રતિસેવા આદિ કહે છે - X -
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit