Viyahapannatti 1397
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1397
- Language
- Gujarati
1397
વિવેચન :–૯૬૦ થી ૯૬૨
દશવિધ સામાચારી પ્રતીત છે. વિશેષ એ કે - આપૃચ્છા - કાર્ય હોય ત્યારે પૂછવું. પ્રતિપૃચ્છા - પૂર્વે નિષેધ કરાવેલ કાર્ય માટે પૂછવું. છંદણા - પૂર્વે ગૃહીત ભોજનાદિ માટે આમંત્રણ આપવું. નિમંત્રણ - ન લાવેલ ભોજન માટે જતાં પૂર્વે નિમંત્રણા કરવી. ઉપસંપત્ - જ્ઞાનાદિ નિમિત્તે અન્ય આચાર્યનો આશ્રય કરવો. - - હવે સામાચારી વિશેષથી પ્રાયશ્ચિત્તને જણાવવા કહે છે.
આ પ્રાયશ્ચિત્ત શબ્દ અપરાધ અને તેની શુદ્ધિમાં દેખાય છે તેમાં અહીં અપરાધમાં લેવો. તેમાં - આલોચનાર્હ-આલોચના એટલે નિવેદન, તે રૂપ અતિચારથી થયેલ શુદ્ધિને યોગ્ય તે. એ રીતે બીજા પણ જાણવા. વિશેષ એ કે - પ્રતિક્રમણ - મિથ્યાદુષ્કૃત, તદુભય - આલોચના અને મિથ્યાદુષ્કૃત. વિવેક - અશુદ્ધ ભોજનાદિ ત્યાગ. વ્યુત્સર્ગ - કાયોત્સર્ગ. તપ - નિર્વિકૃતિકાદિ. છેદ - પ્રવ્રજ્યા પર્યાયને ઘટાડવો. મૂલ - મહાવ્રતા-રોપણ. અનવસ્થાપ્ય - અમુક વિશિષ્ટ તપ કરે પછી વ્રતારોપણ કરવું. પારાંચિક - લિંગાદિ ભેદ. [આ દશે ભેદો ગ્રન્થથી જાણવા.] - હવે તપના ભેદ કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit