Viyahapannatti 140
Viyāhapannatti: ṭīkānusārī vivecana 140
- Language
- Gujarati
140
વિવેચન :–૯૩
સકરણ વીર્યના અભાવે સિદ્ધો અવીર્ય છે. શીલેશ - સર્વસંવર રૂપ ચારિત્રવાળો જીવ, તેની જે અવસ્થા તે શૈલેશી અથવા શૈલેશ - મેરુ તેના જેવી સ્થિરતાવાળી સ્થિતિ તે શૈલેશી. તે સર્વથા યોગ નિરોધમાં પાંચ હ્રસ્વાક્ષર ઉચ્ચારણ જેટલો કાળ હોય. વીર્યાન્તરાયનો ક્ષયોપશમ કે ક્ષયથી જે વીર્ય તે લબ્ધિ, તે જ તેનો હેતુ હોવાથી લબ્ધિવીર્ય, તેના વડે સવીર્ય, તેઓનું વીર્ય ક્ષાયિક છે. લબ્ધિવીર્યની કાર્યભૂત જે ક્રિયા તે કરણ, તદ્રુપવીર્ય તે કરણવીર્ય. સવીર્ય એટલે ઉત્થાનાદિ ક્રિયાવાળા, અવીર્ય એટલે ઉત્થાનાદિ ક્રિયા વિનાના. તેઓ અપર્યાપ્તાદિ કાળે જાણવા. ઔઘિક જીવમાં સિદ્ધો હોય, મનુષ્યોમાં તે ન હોય.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit