Viyahapannatti 139
Viyāhapannatti: ṭīkānusārī vivecana 139
- Language
- Gujarati
139
‘ભગવતી’ સૂત્ર-૯૩ :– [૧/૮/૯૩]
ભગવન્ ! જીવો વીર્યવાળા છે કે વીર્ય વિનાના? ગૌતમ! વીર્યવાળા પણ છે અને વીર્ય વિનાના પણ છે – એમ કેમ કહ્યું? ગૌતમ! જીવો બે પ્રકારે - સંસાર સમાપન્નક અને અસંસાર સમાપન્નક. તેમાં જે અસંસાર સમાપન્નક છે, તે સિદ્ધ છે. સિદ્ધો અવીર્ય છે. સંસાર-સમાપન્ન છે તે બે પ્રકારે - શૈલેશી પ્રતિપન્ન અને અશૈલેશી પ્રતિપન્ન. જે શૈલેશી પ્રતિપન્ન છે, તે લબ્ધિવીર્ય વડે સવીર્ય છે, કરણવીર્ય વડે અવીર્ય છે. જે અશૈલેશી પ્રતિપન્ન છે, તે લબ્ધીવીર્યથી સવીર્ય હોય પણ કરણવીર્ય વડે સવીર્ય પણ હોય અને અવીર્ય પણ હોય. માટે ગૌતમ! એમ કહ્યું.
ભગવન્! નૈરયિકો સવીર્ય છે કે અવીર્ય છે? ગૌતમ! લબ્ધિવીર્યથી નૈરયિકો સવીર્ય છે. કરણવીર્યથી સવીર્ય પણ છે, અવીર્ય પણ છે. એમ કેમ કહ્યું? ગૌતમ! જે નૈરયિકોને ઉત્થાન, કર્મ, બલ, વીર્ય અને પુરૂષકાર પરાક્રમ છે, તેઓ લબ્ધી અને કરણ બંને વીર્યથી સવીર્ય છે. જે નૈરયિકોને ઉત્થાન યાવત્ પરાક્રમ નથી તે નૈરયિકો લબ્ધિવીર્યથી સવીર્ય અને કરણવીર્યથી અવીર્ય છે. માટે એમ કહ્યું.
એ રીતે પંચેન્દ્રિય તિર્યંચયોનિક સુધીના જીવો નૈરયિકવત્ જાણવા. મનુષ્યોને ઔઘિક જીવ પેઠે જાણવા. તેમાં સિદ્ધોને ગણવા નહીં વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકને નૈરયિકવત્ જાણવા.
હે ભગવન્ ! તે એમ જ છે એમ જ છે યાવત્ વિચરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit