Viyahapannatti 1409
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1409
- Language
- Gujarati
1409
‘ભગવતી’ સૂત્ર-૯૭૮, ૯૭૯ :– [૨૬/–/૧/૯૭૮, ૯૭૯]
[૯૭૮] ભગવન્! નૈરયિકે પાપકર્મને બાંધ્યું, બાંધે છે, બાંધશે? ગૌતમ! કેટલાંક બાંધે, પહેલો-બીજો ભંગ.
ભગવન્! સલેશ્યી નૈરયિક પાપકર્મ? પૂર્વવત્. એ પ્રમાણે કૃષ્ણલેશ્યી, નીલલેશ્યી, કાપોતલેશ્યી જાણવા.
એ પ્રમાણે કૃષ્ણપાક્ષિક, શુક્લપાક્ષિકને. સમ્યગ્દૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ, મિશ્રદૃષ્ટિને. જ્ઞાની, આભિનિબોધિક યાવત્ અવધિજ્ઞાનીને અજ્ઞાની, મતિ આદિ ત્રણે અજ્ઞાનીને યાવત્ પરિગ્રહ સંજ્ઞોપયુક્તને. સવેદકને, નપુંસક વેદકને. સકષાયી યાવત્ લોભકષાયીને. સયોગી, મન-વચન-કાય યોગીને. સાકાર-અનાકાર ઉપયુક્તને. આ બધાં પદમાં પહેલો અને બીજો ભંગ કહેવા.
એ પ્રમાણે અસુરકુમારની વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે તેજોલેશ્યા, સ્ત્રીવેદક-પુરુષવેદકને અધિક કહેવા. નપુંસક વેદકને ન કહેવા. બાકી પૂર્વવત્. એ રીતે જ પહેલો-બીજો ભંગ કહેવો. આ પ્રમાણે સ્તનિતકુમાર સુધી કહેવું.
આ પ્રમાણે પૃથ્વીકાયિકને, અપ્કાયિકને યાવત્ પંચેન્દ્રિય તિર્યંચયોનિકને, એ બધે પહેલો-બીજો ભંગ કહેવો. વિશેષ એ કે – જેને જેટલી લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, વેદ, યોગ જે જેને હોય, તે તેને કહેવા. બાકી પૂર્વવત્ તેમજ જાણવું.
મનુષ્યને જીવપદની વક્તવ્યતા માફક બધું સંપૂર્ણ કહેવું. વ્યંતરને અસુરકુમાર મુજબ કહેવા. જ્યોતિષ્ક, વૈમાનિકને તેમજ કહેવા. વિશેષ એ કે લેશ્યા જાણી લેવી. બાકી પૂર્વવત્.
[૯૭૯] ભગવન્! જીવે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું છે, બાંધે છે, બાંધશે. એ પ્રમાણે જેમ પાપકર્મની વક્તવ્યતા છે તેમજ જ્ઞાનાવરણીયની કહેવી. વિશેષ એ કે – જીવ અને મનુષ્યમાં સકષાયી યાવત્ લોભકષાયીમાં પહેલો, બીજો ભંગ કહેવો. બાકીનું પૂર્વવત્. યાવત્ વૈમાનિક કહેવું.
એ રીતે દર્શનાવરણીય કર્મના દંડક પણ સંપૂર્ણ કહેવા.
ભગવન્! જીવે વેદનીયકર્મ શું બાંધ્યું છે૦ પ્રશ્ન? ગૌતમ! (૧) કેટલાંકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે. (૨) કેટલાંકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે નહીં. (૪) કેટલાંકે બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે નહીં.
સલેશ્યીને એ પ્રમાણે જ ત્રીજા સિવાયના ત્રણ ભંગો છે. કૃષ્ણલેશ્યા યાવત્ પદ્મલેશ્યામાં પહેલો-બીજો ભંગ. શુક્લલેશ્યીને ત્રીજા સિવાયના ત્રણ ભંગ. અલેશ્યીને ચોથો ભંગ કહેવો.
કૃષ્ણપાક્ષિકને પહેલા બે ભંગો, શુક્લપાક્ષિકને ત્રીજા સિવાય ત્રણ ભંગો. એ પ્રમાણે સમ્યગ્દૃષ્ટિને પણ છે. મિથ્યાદૃષ્ટિ, મિશ્ર દૃષ્ટિને પહેલો-બીજો. જ્ઞાનીને ત્રીજા સિવાયના, આભિનિબોધિક યાવત્ મનઃપર્યવજ્ઞાનીને પહેલો-બીજો. કેવળજ્ઞાનીને ત્રીજા સિવાયના.
એ પ્રમાણે નોસંજ્ઞોપયુક્ત, અવેદક, અકષાયી, સાકારોપયુક્ત, અનાકાર ઉપયુક્ત એ બધાંને ત્રીજા સિવાયના, અયોગીને છેલ્લો, બાકીનાને પહેલો-બીજો ભંગ જાણવો.
ભગવન્! નૈરયિકે વેદનીય કર્મ બાંધ્યું, બાંધે છે૦? આ પ્રમાણે નૈરયિકથી વૈમાનિક સુધી જેને જે હોય તે કહેવું. તેમાં પહેલો-બીજો ભંગ છે. માત્ર મનુષ્યને જીવો મુજબ કહેવા.
ભગવન્! જીવે મોહનીય કર્મ બાંધ્યુ૦? જેમ પાપકર્મ તેમ મોહનીય પણ સંપૂર્ણ વૈમાનિક પર્યન્ત કહેવું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit