Viyahapannatti 1408
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1408
- Language
- Gujarati
1408
વિવેચન :–૯૭૬, ૯૭૭
પાપકર્મ-અશુભ કર્મ. બંધી-બાંધ્યું. બંધઈ-વર્તમાનમાં બાંધે. બંધિસ્સઈ-ભાવિમાં બાંધશે. આ રીતે ચારે ભંગો આ પદમાં પ્રાપ્ત થયા. ન બંધી - ન બાંધે. અહીં અતીતકાળમાં અબંધક જીવનો અસંભવ છે. તેમાં બાંધે છે અને બાંધશે આ ભંગ અભવ્યને આશ્રીને છે. બાંધે છે, બાંધશે નહીં એ બીજો ભંગ ક્ષપકત્વને પામનાર ભવ્ય વિશેષને આશ્રીને છે. બાંધતો નથી, બાંધશે-આ ભંગ મોહોપશમમાં વર્તતા ભવ્ય વિશેષને આશ્રીને છે. ત્યાંથી પડીને તેને પાપકર્મ અવશ્ય બંધાય છે. બાંધતો નથી, બાંધશે નહીં ક્ષીણમોહીને છે.
લેશ્યાદ્વાર-સલેશ્યીજીવને ચારે ભંગ છે. શુક્લલેશ્યીને પાપકર્મનું બંધકત્વ પણ હોય છે. કૃષ્ણલેશ્યાદિ પાંચને પહેલા બે ભંગ જ છે. તેમને જ વર્તમાનકાલિક મોહરૂપ પાપકર્મના ઉપશમ કે ક્ષય નથી, તેથી તેમને છેલ્લા બેનો અભાવ છે. તેમને બીજો ભંગ સંભવે છે, કૃષ્ણલેશ્યીને કાલાંતરે ક્ષપકત્વ પ્રાપ્તિમાં બાંધશે નહીં તેથી આ સંભવે. અલેશ્યી એટલે અયોગીકેવલીને ચોથો જ છે, લેશ્યા અભાવે બંધકત્વ અભાવ છે.
પાક્ષિકદ્વારમાં - કૃષ્ણ પાક્ષિકને પહેલા બે ભંગ જ છે. વર્તમાનમાં બંધના અભાવે તેના અભાવથી. શુક્લ પાક્ષિકને ચારે છે. (૨) ક્ષપક-ત્વપ્રાપ્તિમાં-બાંધ્યું છે, બાંધે છે, બાંધશે નહીં. (૩) બાંધ્યું છે, ઉપશમમાં બાંધતો નથી, ત્યાંથી પડતા બાંધશે. (૪) ક્ષપકત્વમાં - બાંધ્યું, બાંધતો નથી, બાંધશે નહીં. પહેલો ભંગપ્રતીત છે. [શંકા] જો કૃષ્ણપાક્ષિક ‘બાંધશે નહીં’ એ બીજો ભંગ ઈષ્ટ છે, તો શુક્લપાક્ષિકને અવશ્ય સંભવથી તે પહેલો ભંગ કઈ રીતે? કહે છે – પૃચ્છા અનંતર ભવિષ્યકાળમાં અબંધકત્વના અભાવથી. વૃદ્ધોએ પણ કહ્યું છે – બંધીશતમાં જો કૃષ્ણપાક્ષિકોને બીજો ભંગ યોજાય, તો શુક્લપાક્ષિકને પહેલો ભંગ કઈ રીતે ગ્રાહ્ય છે? પૃચ્છા. અનંતરકાળને આશ્રીને શુક્લપાક્ષિકાદિને પહેલો ભંગ, બાકીનાને અવશિષ્ટ કાળને આશ્રીને બીજો ભંગ.
દૃષ્ટિદ્વારમાં - સમ્યગ્દૃષ્ટિના ચારે ભંગ શુક્લપાક્ષિકને જ કહેવા. મિથ્યાદૃષ્ટિ અને મિશ્રદૃષ્ટિને પહેલા બે જ ભંગો છે. વર્તમાન કાળે મોહલક્ષણ પાપકર્મના બંધ ભાવમાં છેલ્લા બેનો અભાવ છે.
જ્ઞાનદ્વારમાં - કેવળજ્ઞાનીને છેલ્લો ભંગ. કેમકે તેમને વર્તમાનકાળે અને ભાવિકાળે બંધનો અભાવ છે. અજ્ઞાનીને પહેલા બે છે. કેમકે અજ્ઞાનમાં મોહલક્ષણ પાપકર્મના ક્ષય-ઉપશમનો અભાવ છે.
સંજ્ઞા દ્વારમાં - પહેલો, બીજો. આહારાદિ સંજ્ઞા ઉપયોગ કાળે ક્ષપકત્વ અને ઉપશમકત્વનો અભાવ છે. નોસંજ્ઞોપયુક્તને ચારે છે, કેમકે આહારાદિમાં ગૃદ્ધિના અભાવે તેમને ક્ષય-ઉપશમથી ચારે સંભવે.
વેદદ્વારમાં-સવેદકને પહેલા બે. વેદોદયમાં ક્ષય-ઉપશમ ન થાય. અવેદકને ચારે, કેમકે સ્વકીય વેદની ઉપશાંતિમાં બાંધે છે, બાંધશે મોહલક્ષણ પાપકર્મ સૂક્ષ્મસંપરાય સુધી ન હોય, પડ્યા પછી બાંધે, તે પ્રથમ. તથા વેદ ક્ષીણ થતાં બાંધે છે, સૂક્ષ્મ સંપરાયની આદ્ય અવસ્થામાં બાંધશે નહીં, તે બીજો ભંગ. ઉપશાંત વેદ સૂક્ષ્મ-સંપરાયાદિમાં ન બાંધે, પડ્યા પછી બાંધશે, તે ત્રીજો ભંગ. ક્ષીણવેદમાં સૂક્ષ્મ સંપરાયાદિમાં ન બાંધે, બાંધશે પણ નહીં માટે ચોથો ભંગ. બાંધ્યું છે, તે બધે પ્રતીત છે.
કષાય દ્વારમાં - સકષાયીને ચારે ભંગ છે, તેમાં પહેલા ભંગ અભવ્યને, બીજો ભંગ પ્રાપ્તવ્ય મોહક્ષય ભવ્યને, ત્રીજો ઉપશમક સૂક્ષ્મ સંપરાયવાળાને, ચોથો ક્ષપક સૂક્ષ્મ સંપરાયને આશ્રીને છે. એ પ્રમાણે લોભ કષાયીને પણ કહેવા. ક્રોધકષાયીને પહેલા બે ભંગ છે, તેમાં અભવ્યને આશ્રીને પહેલો, બીજો ભવ્ય વિશેષને આશ્રીને છે. વર્તમાનમાં અબંધકત્વ સ્વભાવથી ત્રીજો, ચોથો ભંગ નથી. અકષાયીને ત્રીજો ભંગ ઉપશમકને આશ્રીને અને ચોથો ક્ષપકને આશ્રીને છે.
યોગદ્વારમાં સયોગીને ચાર ભંગ-પૂર્વવત્ જાણવા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit