Viyahapannatti 1410
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1410
- Language
- Gujarati
1410
વિવેચન :–૯૭૮, ૯૭૯
નારકત્વ આદિમાં બે શ્રેણીના અભાવે પહેલો, બીજો જ ભંગ છે. એ રીતે સલેશ્યાદિ વિશેષિત નારકપદ કહેવું. એ પ્રમાણે અસુરકુમાર આદિ પદ પણ કહેવા. મણુસ્સ૦ જીવને નિર્વિશેષણમાં સલેશ્યાદિ પદ વિશેષિતને ચતુર્ભંગી આદિ વક્તવ્યતા કહી. તે મનુષ્યને તે પ્રમાણે જ સંપૂર્ણ કહેવી. જીવ-મનુષ્ય સમાનધર્મી છે.
આ પ્રમાણે બધે પણ ૨૫-દંડકો, પાપકર્મને આશ્રીને કહ્યા. એ પ્રમાણે જ્ઞાનાવરણીયને આશ્રીને પણ ૨૫-દંડકો કહેવા. - X - તેમાં જે વિશેષ છે, તે સૂત્રમાં કહેલ છે. પાપકર્મદંડકમાં જીવ પદ અને મનુષ્ય પદમાં જે સકષાયીપદ અને લોભકષાયીપદ છે, તેમાં સૂક્ષ્મસંપરાય મોહ લક્ષણ પાપકર્મ અબંધકત્વથી ચારે ભંગો કહ્યા, અહીં પહેલાં બે જ કહેવા. અવીતરાગને જ્ઞાનાવરણીય બંધકત્વ હોવાથી, આમ કહ્યું છે. આ પ્રમાણે દર્શનાવરણીય દંડકો જાણવા.
વેદનીય દંડકમાં-પહેલા ભંગમાં અભવ્ય, બીજામાં ભવ્ય કે જે નિર્વાણ પામશે, ત્રીજો ન સંભવે કેમકે વેદનીયના અબંધકને ફરી તેના બંધનનો અસંભવ છે. ચોથામાં અયોગી છે. સલેશ્યીને પણ ત્રીજા ભંગ સિવાય આ રીતે ત્રણ ભંગ, ચોથો ભંગ સૂત્રમાં કહ્યો, તે બરાબર સમજાતો નથી કેમકે તે અયોગીને જ સંભવે છે, કેમકે તે સલેશ્યી ન હોય. કોઈ કહે છે કે વચનથી અયોગીતાના પહેલા સમયે પરમશુક્લલેશ્યા હોય, તેથી સલેશ્યને ચોથો ભંગ સંભવે છે. તત્ત્વ બહુશ્રુત જાણે.
કૃષ્ણલેશ્યાદિ પંચકમાં અયોગીત્વના અભાવે પહેલા બે જ ભંગ છે, શુક્લલેશ્યી જીવમાં સલેશ્યી મુજબના ભંગ કહેવા. સલેશ્ય તે સિદ્ધ અને શૈલેશીકરણ કરતાને જાણવા. તેમાં માત્ર ચોથો ભંગ કહેવો.
કૃષ્ણપાક્ષિકને અયોગિત્વ અભાવે પહેલા બે ભંગ છે. શુક્લપાક્ષિક જો કે અયોગી પણ હોય, તેથી ત્રીજા સિવાયના ત્રણ ભંગ કહ્યા. એ રીતે સમ્યગ્દૃષ્ટિને પણ બંધ સંભવે. મિથ્યાદૃષ્ટિ-મિશ્રદૃષ્ટિને અયોગિત્વ અભાવથી વેદનીયનું અબંધકત્વ ન હોવાથી પહેલા બે જ ભંગ છે. જ્ઞાની અને કેવળજ્ઞાનીને અયોગિત્વમાં અંતિમ ભંગ છે. આભિનિબોધિકાદિમાં અયોગિત્વ અભાવે ચરમભંગ નથી. - X - X -
હવે આયુદંડક –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit