Pramāṇa · Search · About · API

Viyahapannatti 1411

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1411

Language
Gujarati

1411

ભગવન્‌! જીવે આયુકર્મ બાંધ્યું, બાંધે છે? પ્રશ્ન. ગૌતમ! કેટલાંકે બાંધ્યુ૦ ચાર ભંગ. સલેશ્યી યાવત્‌ શુક્લલેશ્યીને ચાર ભંગ, અલેશ્યીને છેલ્લો ભંગ.
કૃષ્ણપાક્ષિક વિશે પ્રશ્ન? ગૌતમ! કેટલાંકે બાંધ્યું, બાંધે છે, બાંધશે, કેટલાંકે બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે. શુક્લ પાક્ષિક, સમ્યગ્‌દૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિને ચારે ભંગો છે. સમ્યગ્‌મિથ્યાદૃષ્ટિની પૃચ્છા.
ગૌતમ! કેટલાંકે બાંધ્યું, બાંધતા નથી, બાંધશે. કેટલાંકે બાંધ્યું, બાંધતો નથી, બાંધશે નહીં.
જ્ઞાની યાવત્‌ અવધિજ્ઞાનીને ચારે ભંગ, મનઃપર્યવજ્ઞાનીનો પ્રશ્ન. ગૌતમ! કેટલાંકે બાંધ્યું, બાંધે છે, બાંધશે. કેટલાંકે બાંધ્યું, બાંધતો નથી, બાંધશે. કેટલાંકે બાંધ્યું, બાંધતો નથી, બાંધશે નહીં.
કેવળજ્ઞાનમાં છેલ્લો ભંગ છે. એ રીતે આ ક્રમથી નોસંજ્ઞોપયુક્તને બીજા ભંગ સિવાય મનઃપર્યવજ્ઞાનીવત્‌ કહેવા.
અવેદક અને અકષાયીને ત્રીજો, ચોથો સમ્યગ્‌મિથ્યાદૃષ્ટિવત્‌ કહેવો. અયોગીને છેલ્લો અને બાકીના પદોમાં ચારે ભંગ યાવત્‌ અનાકારોપયુક્ત કહેવા.

Linked texts (1)