Viyahapannatti 1412
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1412
- Language
- Gujarati
1412
ચાર ભંગમાં પહેલો અભવ્યનો, બીજો ચરમશરીરી થનારનો, ત્રીજો ઉપશમકનો, કેમકે તે જ પૂર્વે ઉપશમ કાળે ન બાંધે, ત્યાંથી પડીને બાંધશે. ચોથો ક્ષપકનો, કેમકે તેણે બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે નહીં.
સલેશ્યી પછી યાવત્ શબ્દથી કૃષ્ણલેશ્યાદિ લેવા. જે નિર્વાણ ન પામે તેનો પહેલો ભંગ, ચરમશરીરે ઉત્પન્ન થનારનો બીજો, અબંધકાળે ત્રીજો, ચરમશરીરને ચોથો ભંગ. - X - અલેશ્યી એટલે શૈલેશીગત અને સિદ્ધ, તેને વર્તમાન અને ભાવિકાળના આયુના અબંધકત્વથી છેલ્લો ભંગ. કૃષ્ણપાક્ષિકને પહેલો અને ત્રીજો સંભવે છે. - X - બીજો ચોથો સંભવતો નથી. કેમકે તેમને અબંધતાનો અભાવ છે. શુક્લ પાક્ષિકને સમ્યગ્દૃષ્ટિમાં ચારે ભંગ. તેમાં (૧) પૂર્વે બાંધ્યું, બંધકાળે બાંધે છે, અબંધકાળ ઉપર બાંધશે. (૨) ચરમ શરીરત્વમાં બાંધશે નહીં. (૩) ઉપશમ અવસ્થામાં બાંધતો નથી, (૪) ચોથો ભંગ પક્ષકનો છે.
મિથ્યાદૃષ્ટિ બીજા ભંગકમાં બાંધશે નહીં - ચરમ શરીર પ્રાપ્તિમાં. ત્રીજામાં અબંધકાળે બાંધતો નથી. ચોથામાં બાંધતો નથી, બાંધશે નહીં. પૂર્વવત્. સમ્યગ્મિથ્યા દૃષ્ટિ આયુ ન બાંધે. ચરમ શરીરત્વથી કોઈક બાંધશે નહીં.
જ્ઞાનીને ચાર ભંગ પૂર્વવત્ કહેવા. મનઃપર્યવજ્ઞાનીને બીજો, ત્રીજો વર્જીને, તેમાં પૂર્વે બાંધેલ, હાલ દેવાયુ બાંધે છે, પછી મનુષ્યાયુ બાંધશે તે પ્રથમ. બીજો ભંગ નથી કેમકે દેવત્વમાં મનુષ્યાયુ અવશ્ય બાંધે. ત્રીજો ઉપશમકનો, ચોથો ક્ષપકનો ભંગ. કેવલી આયુ બાંધતા નથી, બાંધશે નહીં એ છેલ્લો ભંગ. નોસંજ્ઞોપયુક્તને બીજા સિવાયના ત્રણ ભંગ, મનઃપર્યવજ્ઞાનીવત્ કહેવા.
અવેદક અને અકષાયીને ક્ષપક કે ઉપશમકમાં આયુનો વર્તમાન બંધ નથી, ઉપશમકથી પડીને બાંધશે, ક્ષપક નહીં બાંધશે. એ રીતે ત્રીજો, ચોથો ભંગ. બાકીના અજ્ઞાનાદિ પદોમાં ચારે કહેવા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit