Viyahapannatti 142
Viyāhapannatti: ṭīkānusārī vivecana 142
- Language
- Gujarati
142
‘ભગવતી’ સૂત્ર-૯૪ :– [૧/૯/૯૪]
ભગવન્! જીવો ગુરુપણું કઈ રીતે શીઘ્ર પામે છે? ગૌતમ! પ્રાણાતિપાત યાવત્ પરિગ્રહ, ક્રોધ યાવત્ મિથ્યાદર્શન શલ્યથી. એ રીતે ગૌતમ! જીવો ગુરૂત્વને શીઘ્ર પામે છે.
ભગવન્! જીવો લઘુપણું કેવી રીતે શીઘ્ર પામે છે? ગૌતમ! પ્રાણાતિપાતથી વિરમવાથી યાવત્ મિથ્યા-દર્શનશલ્યથી અટકવાથી, એ રીતે ગૌતમ! લઘુપણું પામે. એ રીતે સંસારને ઘટાડે છે, ટૂંકો કરે છે, સંસારને ઓળંગી જાય છે. પ્રાણાતિપાતાદિના સેવનથી સંસારને લાંબો કરે છે, વધારે છે અને વારંવાર ભ્રમણ કરે છે.
અહીં ચાર પ્રશસ્ત છે, ચાર અપ્રશસ્ત છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit