Viyahapannatti 143
Viyāhapannatti: ṭīkānusārī vivecana 143
- Language
- Gujarati
143
વિવેચન :–૯૪
ગુરુત્વ - નીચે જવાના કારણભૂત અશુભ કર્મોનો ઉપચય. લઘુત્વ-ગુરુત્વથી વિપરીત. એવં શબ્દ પૂર્વોક્ત પાઠના સૂચનાર્થે છે. જેમકે - જીવો કઈ રીતે સંસારને કર્મ પ્રચૂર કરે છે? ગૌતમ! પ્રાણાતિપાત વડે. એ રીતે આગળ પણ જાણવું. કર્મભારથી ઓછો કરે છે, દીર્ઘ - લાંબા કાળ વાળો કરે છે. હ્રસ્વ - અલ્પકાલીન કરે છે. પુનઃ પુનઃ ભમે છે, આદિ–
ચાર પ્રશસ્ત - લઘુત્વ, પરીતત્વ, હ્રસ્વત્વ, વ્યતિવ્રજન. તે મોક્ષના હેતુભૂત છે અને ચાર અપ્રશસ્ત છે કેમ કે તે મોક્ષના હેતુભૂત નથી. – ગુરુત્વ, આકુલત્વ, દીર્ઘત્વ, અનુપરિવર્તન. ગુરુત્વ-લઘુત્વ અધિકારથી આ સૂત્ર કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit