Viyahapannatti 1427
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1427
- Language
- Gujarati
1427
‘ભગવતી’ સૂત્ર-૯૯૨ :– [૨૮/–/૧/૯૯૨]
ભગવન્! જીવોએ કયા પાપકર્મનું સમર્જન કર્યુ? અને ક્યાં આચરણ કર્યુ? ગૌતમ! (૧) બધાં જીવો તિર્યંચયોનિકોમાં હતા. (૨) અથવા તિર્યંચયોનિ અને નૈરયિકોમાં હતા. (૩) અથવા તિર્યંચયોનિક અને મનુષ્યોમાં હતા. (૪) અથવા તિર્યંચયોનિક અને દેવોમાં હતા. (૫) અથવા તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવોમાં હતા. (૬) અથવા તિર્યંચ, મનુષ્ય અને નારકમાં હતા. (૭) અથવા તિર્યંચ, નરક અને દેવોમાં હતા. (૮) અથવા તિર્યંચ, નૈરયિક, મનુષ્ય અને દેવોમાં હતા [તે તે ગતિમાં સમર્જન અને આચરણ કર્યુ.]
ભગવન્! સલેશ્યી જીવો પાપકર્મ ક્યાં સમર્જન કરે, ક્યાં આચરે? પૂર્વવત્. એ રીતે કૃષ્ણલેશ્યી યાવત્ અલેશ્યી, કૃષ્ણપાક્ષિક, શુક્લપાક્ષિક, એ પ્રમાણે યાવત્ અનાકારોપયુક્ત કહેવા.
ભગવન્! નૈરયિકોએ પાપકર્મનું સમાર્જન ક્યાં કર્યુ, સમાચરણ ક્યાં કર્યુ? ગૌતમ! બધાં જીવો તિર્યંચયોનિમાં હતા ઈત્યાદિ આઠ ભંગ પૂર્વવત્ કહેવા. એ રીતે સર્વત્ર આઠ ભંગો અનાકારોપયુક્ત સુધી કહેવા.
એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું.
એ રીતે જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય સુધી કહેવું.
આ જ પ્રમાણે જીવાદિથી વૈમાનિક પર્યન્ત નવ દંડકો થાય છે. ભગવન્! તે એમ જ છે યાવત્ વિચરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit