Viyahapannatti 1428
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1428
- Language
- Gujarati
1428
વિવેચન :–૯૯૨
સમજ્જિણ૦ - કઈ ગતિમાં વર્તતા ગ્રહણ કર્યુ? સમાયર૦ ક્યાં આચરણ કર્યુ? પાપકર્મ હેતુ સમાચરણથી તેના વિપાકને અનુભવ્યો. અથવા આ બંને પર્યાય શબ્દો છે. - - સર્વે જીવોને તિર્યંચયોનિ માતૃસ્થાનીય છે, તેથી સર્વે તિર્યંચોથી અન્ય નારકાદિ, તિર્યંચથી આવીને ઉત્પન્ન કદાચિત્ હોય. તેથી તે બધાં પણ તિર્યંચયોનિકથી આવ્યા એમ વ્યપદેશ કર્યો. અર્થાત્ જે વિવક્ષિત સમયમાં નારકાદિ થયા, તે અલ્પત્વથી બધાં પણ સિદ્ધિગમન વડે તિર્યક્ગતિ પ્રવેશ વડે નિર્લેપપણે ઉદ્વર્ત્યા, પછી તિર્યક્ગતિના અનંતત્વથી અનિલૈપનીયત્વથી ઉદ્વૃત્ત થઈ તિર્યંચ સ્થાનોથી નારકાદિપણે ઉપજ્યા. તેમણે તિર્યંચગતિમાં નરકગત્યાદિ હેતુભૂત પાપકર્મ ગ્રહણ કર્યુ.
અથવા વિવક્ષિત સમયે જે મનુષ્ય અને દેવો થયા, તેઓ નિર્લેપપણે તેમજ ઉદ્વૃત થઈ, તે સ્થાનોથી તિર્યંચ અને નારકોથી આવીને ઉપજ્યા. તેઓ તિર્યંચ અને નારક થયા તેમ કહેવાય અર્થાત્ ત્યાં જ તે કર્મ ઉપાર્જ્યુ.
અથવા વિવક્ષિત સમયે જે નૈરયિક અને દેવો તે તેમજ નિર્લેપપણે ઉદ્વર્તીને, તે સ્થાનોથી તિર્યંચ અને મનુષ્યમાં આવીને ઉત્પન્ન થયા. તેઓ તિર્યંચ અને મનુષ્ય થયા કહેવાય. જે જેમાં થયા, તેમાં જ કર્મ ઉપાર્જ્યુ.
આ ભાવના વડે આ આઠ ભંગો છે તેમાં (૧) તિર્યંચગતિમાં જ, બીજા તિર્યંચ-નૈરયિક, તિર્યંચ-મનુષ્ય, તિર્યંચ-દેવ એ રીતે ત્રણ દ્વિકસંયોગી છે. તિર્યંચ-નૈરયિક-મનુષ્ય, તિર્યંચ-નૈરયિક-દેવ, તિર્યંચ-મનુષ્ય-દેવ એ ત્રણ ત્રિકસંયોગી છે. એક ચતુષ્કસંયોગી છે. સવ્વત્થ - સલેશ્યાદિ પદોમાં, પાપકર્માદિ ભેદથી નવ દંડકો.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit