Pramāṇa · Search · About · API

Viyahapannatti 1429

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1429

Language
Gujarati

1429

‘ભગવતી’ સૂત્ર-૯૯૩ :– [૨૮/–/૨/૯૯૩]
ભગવન્‌! અનંતરોપપન્નક નૈરયિકે પાપકર્મ ક્યાં ગ્રહણ કર્યુ? ક્યાં આચરણ કર્યુ? ગૌતમ! તે બધાં તિર્યંચયોનિકમાં હતા, એ પ્રમાણે અહીં પણ આઠ ભંગો છે. એ પ્રમાણે અનંતરોપપન્નક નૈરયિકોને જેને જે લેશ્યાથી અનાકારોપયોગ પર્યન્ત હોય, તે બધું જ અહીં ભજનાથી વૈમાનિક પર્યન્ત કહેવું. વિશેષ એ કે - અનંતરમાં જે છોડવા યોગ્ય છે, તે - તે બોલ બંધિશતક માફક અહીં પણ છોડી દેવા. એ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મથી અંતરાય કર્મ સુધી બધાં દંડક સંપૂર્ણ કહેવા. નવ દંડક સહિત આ ઉદ્દેશો કહેવો.

Linked texts (1)