Pramāṇa · Search · About · API

Viyahapannatti 1435

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1435

Language
Gujarati

1435

‘ભગવતી’ સૂત્ર-૯૯૬ :– [૨૯/–/૨/૯૯૬]
ભગવન્‌! અનંતરોપપન્નક નૈરયિક સમકાળે પાપકર્મ વેદનનો આરંભ કરે અને સમકાળે અંત કરે. કેટલાંક સમકાળે આરંભે, ભિન્ન કાળે અંત કરે. ભગવન્‌! એમ કેમ કહ્યું - X -? ગૌતમ! અનંતરોત્પન્ન નૈરયિક બે ભેદે - કેટલાંક સમાનાયુ સમોત્પન્નક છે, તે પાપકર્મ વેદન સમકાળે આરંભે છે, સમકાળે અંત કરે છે. તેમાં જે સમાનાયુ, વિષમોત્પન્નક છે, તે પાપકર્મ વેદન સમકાળે આરંભે છે અને ભિન્નકાળે અંત કરે છે. તેથી આમ કહ્યું.
ભગવન્‌! સલેશ્યી અનંતરોપપન્ન નૈરયિક પાપ૦? પૂર્વવત્‌. એ રીતે અનાકારોપયુક્ત સુધી કહેવું. એ રીતે અસુરકુમારથી વૈમાનિક સુધી કહેવું. માત્ર જે જેને હોય, તે તેને કહ્યું. - - આ પ્રમાણે જ્ઞાનાવરણીયથી અંતરાય સુધીમાં દંડકો કહેવા. - - ભગવન્‌! તે એમ જ છે (૨).

Linked texts (1)