Viyahapannatti 1439
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1439
- Language
- Gujarati
1439
‘ભગવતી’ સૂત્ર-૯૯૮ :– [૩૦/–/૧/૯૯૮]
ભગવન્! સમવસરણ કેટલા છે? ગૌતમ! ચાર-ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી. - - ભગવન્! જીવો ક્રિયાવાદી છે યાવત્ વિનયવાદી છે? ગૌતમ! જીવો ક્રિયાવાદી આદિ ચારે છે.
સલેશ્યી જીવો શું ક્રિયાવાદી૦ છે, પ્રશ્ન? ગૌતમ! ક્રિયાવાદી આદિ ચારે છે. એ રીતે શુક્લલેશ્યા સુધી કહેવું. - - ભગવન્! અલેશ્યી જીવ વિશે પ્રશ્ન? ગૌતમ! ક્રિયાવાદી છે, અક્રિયા-અજ્ઞાન-વિનયવાદી નથી.
ભગવન્! કૃષ્ણપાક્ષિક જીવો શું ક્રિયાવાદી છે૦ પ્રશ્ન? ગૌતમ! ક્રિયાવાદી નથી, અક્રિયા-અજ્ઞાન-વિનયવાદી પણ છે. શુક્લ પાક્ષિકોને સલેશ્યી સમાન જાણવા. સમ્યગ્દૃષ્ટિ, અલેશ્યીવત્, મિથ્યાદૃષ્ટિ, કૃષ્ણ-પાક્ષિક સમાન. મિશ્રદૃષ્ટિનો પ્રશ્ન? ગૌતમ! તે ક્રિયાવાદી કે અક્રિયાવાદી નથી, અજ્ઞાનવાદી અને વિનયવાદી છે.
જ્ઞાની યાવત્ કેવળજ્ઞાની, અલેશ્યીવત્. અજ્ઞાની યાવત્ વિભંગજ્ઞાની, કૃષ્ણપાક્ષિકવત્. આહારસંજ્ઞો-પયુક્ત યાવત્ પરિગ્રહ સંજ્ઞા ઉપયુક્ત, સલેશ્યીવત્. નોસંજ્ઞોપયુક્ત, અલેશ્યીવત્. સવેદક યાવત્ નપુંસકવેદક, સલેશ્યીવત્. અવેદક, અલેશ્યીવત્. સકષાયી યાવત્ લોભ કષાયી અલેશ્યીવત્. સાકાર-અનાકારોપયુક્ત, સલેશ્યીવત્ છે. ભગવન્! નૈરયિક શું ક્રિયાવાદી૦ છે, પ્રશ્ન? ગૌતમ! ક્રિયાવાદી યાવત્ વિનયવાદી પણ છે. - ભગવન્! સલેશ્યી નૈરયિક શું ક્રિયાવાદી૦ છે? પૂર્વવત્. એ રીતે યાવત્ કાપોતલેશ્યી નૈરયિક જાણવા. કૃષ્ણપાક્ષિકો ક્રિયાવાદી નથી. એ પ્રમાણે આ ક્રમથી જેમ જીવ વક્તવ્યતા છે, તેમજ નૈરયિકની વક્તવ્યતા અનાકારોપયુક્ત સુધી કહેવી. માત્ર જે જેને હોય, તે તેને કહેવું. બાકી ન કહેવું. નૈરયિકવત્ સ્તનિતકુમાર સુધી કહેવું.
ભગવન્! પૃથ્વીકાયિક શું ક્રિયાવાદી૦ પ્રશ્ન? ગૌતમ! તે ક્રિયાવાદી કે વિનયવાદી નથી. અક્રિયાવાદી છે, અજ્ઞાનવાદી પણ છે. એ રીતે પૃથ્વીકાયિકમાં જે સંભવે, તે બધામાં વચ્ચેના બે સમોસરણ, અનાકારોપયુક્ત સુધી કહેવા. એ પ્રમાણે ચતુરિન્દ્રિય સુધી બધાં પદોમાં બે સમોસરણ હોય. સમ્યક્ત્વ અને જ્ઞાનમાં પણ આ બે મધ્યના સમોસરણ જાણવા. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને જીવો સમાન જાણવા. માત્ર જે હોય તે કહેવું. મનુષ્યોને જીવ સમાન સંપૂર્ણ કહેવા. વ્યંતર-જ્યોતિષ્ક-વૈમાનિકો અસુરકુમારવત્ જાણવા.
ભગવન્! ક્રિયાવાદી જીવો શું નૈરયિકાયુ બાંધે કે તિર્યંચ૦-મનુષ્ય૦ દેવ૦ આયુને બાંધે છે? ગૌતમ! નૈરયિક કે તિર્યંચ૦ આયુ ન બાંધે, પણ મનુષ્યાયુ, દેવાયુને બાંધે છે. - - જો દેવાયુ બાંધે તો શું ભવનવાસી દેવાયુ બાંધે કે યાવત્ વૈમાનિક દેવાયુ બાંધે? ગૌતમ! માત્ર વૈમાનિક દેવાયુ બાંધે. - X -
ભગવન્! અક્રિયાવાદી જીવો શું નૈરયિકાયુ બાંધે, આદિ પ્રશ્ન? ગૌતમ! નૈરયિક યાવત્ દેવાયુ બાંધે. એ રીતે અજ્ઞાન, વિનયવાદી જાણવા.
ભગવન્! સલેશ્યી ક્રિયાવાદી જીવો શું નૈરયિકાયુ૦ બાંધે? ગૌતમ! નૈરયિકાયુ ન બાંધે, એ રીતે જીવોની માફક સલેશ્યીને ચારે સમોસરણ કહેવા. - - ભગવન્! કૃષ્ણલેશ્યી ક્રિયાવાદી જીવો શું નૈરયિકાયુ૦ બાંધે? ગૌતમ! માત્ર મનુષ્યાયુ બાંધે, બાકી ત્રણ આયુ ન બાંધે. અક્રિયા-અજ્ઞાન-વિનયવાદી (ત્રણે) ચારેય આયુને બાંધે. એ રીતે નીલલેશ્યી, કાપોતલેશ્યી પણ જાણવા. - - ભગવન્! તેજોલેશ્યી ક્રિયાવાદી જીવો શું નૈરયિકાયુ૦ બાંધે? ગૌતમ! નૈરયિક૦ તિર્યંચ૦ આયુ ન બાંધે, મનુષ્યાયુ કે દેવાયુ બાંધે. - - જો દેવાયુ બાંધે તો પૂર્વવત્ જાણવું.
ભગવન્! તેજોલેશ્યી અક્રિયાવાદી જીવ શું નૈરયિકાયુ૦ બાંધે? ગૌતમ! નૈરયિકાયુ ન બાંધે, મનુષ્યાદિ ત્રણે આયુ બાંધે. એ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી જાણવા. તેજોલેશ્યી માફક પદ્મ, શુક્લલેશ્યી જાણવા.
ભગવન્! અલેશ્યી યાવત્ ક્રિયાવાદી શું નૈરયિકાયુ૦ પ્રશ્ન? ગૌતમ! ચારે આયુ બાંધે. એ પ્રમાણે અજ્ઞાનવાદી, વિનયવાદી પણ જાણવા. શુક્લપાક્ષિકો, સલેશ્યી સમાન જાણવા.
ભગવન્! સમ્યગ્દૃષ્ટિ ક્રિયાવાદી જીવો શું નૈરયિકાયુ૦ પ્રશ્ન? ગૌતમ! નૈરયિક કે તિર્યંચાયુ ન બાંધે. મનુષ્ય કે દેવાયુ બાંધે. - - મિથ્યાદૃષ્ટિ, કૃષ્ણપાક્ષિકવત્ છે. - - ભગવન્! મિશ્રદૃષ્ટિ અજ્ઞાનવાદી જીવો શું નૈરયિકાયુ૦ અલેશ્યીવત્ જાણવા. એ પ્રમાણે વિનયવાદી પણ જાણવા.
જ્ઞાની, આભિનિબોધિક-શ્રુત-અવધિજ્ઞાની, સમ્યગ્દૃષ્ટિ સમાન જાણવા. ભગવન્! મનઃપર્યવજ્ઞાની વિશે પ્રશ્ન? ગૌતમ! માત્ર દેવાયુ બાંધે, અન્ય ત્રણ ન બાંધે. જો દેવાયુ બાંધે તો? ગૌતમ! માત્ર વૈમાનિક દેવાયુ બાંધે, અન્ય (ત્રણ) ભવનવાસી૦ આદિ ન બાંધે. કેવળજ્ઞાની, અલેશ્યીવત્ જાણવા. અજ્ઞાની યાવત્ વિભંગ જ્ઞાની, કૃષ્ણપાક્ષિકવત્ જાણવા. ચારે સંજ્ઞામાં, સલેશ્યીવત્. નોસંજ્ઞોપયુક્ત, મનઃપર્યવજ્ઞાની સમાન જાણવા. સવેદક યાવત્ નપુંસકવેદક, સલેશ્યી સમાન. અવેદક, અલેશ્યી સમાન. - - સકષાયી યાવત્ લોભકષાયી, સલેશ્યી સમાન છે. અકષાયી, અલેશ્યીવત્ છે. - - સયોગી યાવત્ કાયયોગી, સલેશ્યી સમાન. અયોગી, અલેશ્યીવત્. સાકાર-અનાકારોપયુક્ત, સલેશ્યીવત્ જાણવા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit