Pramāṇa · Search · About · API

Viyahapannatti 1440

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1440

Language
Gujarati

1440

વિવેચન :–૯૯૮
જે મતોમાં વિવિધ પરિણામવાળા જીવો કથંચિત્‌ તુલ્યપણે સમવસરે છે, તે સમવસરણ અથવા અન્યોન્ય ભિન્ન ક્રિયાવાદાદિ મતોમાં કથંચિત્‌ તુલ્યત્વથી, ક્યારેક કોઈક વાદીનો અવતાર તે સમવસરણ છે.
ક્રિયાવાદી-ક્રિયા, કર્તા વિના ન સંભવે, તે આત્મ સમવાયી છે તેમ કહેવાના આચારવાળા જે છે તે ક્રિયાવાદી. બીજા કહે છે – ક્રિયા જ પ્રધાન છે, જ્ઞાનથી શું? બીજા કહે છે – ક્રિયા એટલે જીવાદિ પદાર્થો છે, ઈત્યાદિ કહેવાના આચારવાળા તે ક્રિયાવાદી. આત્માદિ પદાર્થોના અસ્તિત્વના સ્વીકારરૂપ-૧૮૦ સંખ્યા છે. તે બીજા સ્થાનેથી જાણવું. ક્રિયાવાદીના સંબંધથી સમવસરણ પણ ક્રિયાવાદી કહેવાય છે. - X - X -
અક્રિયાવાદી - અક્રિયા એટલે ક્રિયાનો અભાવ, અનવસ્થિત કોઈ પદાર્થમાં ક્રિયા થતી નથી, જો ક્રિયા થાય તો પદાર્થની અનવસ્થિતિ નહીં રહે, એમ કહે છે તે અક્રિયાવાદી. કોઈ કહે છે – સર્વે સંસ્કારો ક્ષણિક છે, તો અસ્થિતમાં ક્રિયા કઈ રીતે? - X - ઈત્યાદિ. બીજા કહે છે – ક્રિયા વડે શું? ચિત્તશુદ્ધિ જ કરવી, તે બૌદ્ધો છે. બીજા કહે છે – ‘અક્રિયા એટલે જીવાદિ પદાર્થો નથી’ એવું કહેનાર તે અક્રિયાવાદી. તેઓ જીવાદિ પદાર્થ નથી, તેમ સ્વીકારનાર વિકલ્પે ૮૪ છે, તેને બીજા સ્થાનેથી જાણવા.
અજ્ઞાનવાદી-કુત્સિત જ્ઞાન તે અજ્ઞાન, તે જેનામાં છે, તે અજ્ઞાની. તેના વાદી તે અજ્ઞાનવાદી. તેઓ અજ્ઞાનને જ શ્રેય માને છે. - X - જ્ઞાન કોઈને પણ, ક્યારેય પણ કોઈ વસ્તુના વિષયમાં સંપૂર્ણ પ્રમાણ નથી. ઈત્યાદિ સ્વીકારતા ૬૭ ભેદો બીજા સ્થાનેથી જાણવા.
વિનયવાદી-વિનય વડે વિચરે છે. અથવા વિનય જ જેમનું પ્રયોજન છે, તે વૈનયિક, તે વૈનયિકવાદી. વિનય જ સ્વર્ગાદિનો હેતુ છે એમ બોલવાના આચારવાળા તે વૈનયિકવાદી. તેઓ - X - ૩૨ ભેદે છે. - X -
આ અર્થમાં ગાથા છે - ‘છે’ તેમ ક્રિયાવાદી બોલે છે. ‘નથી’ તેમ અક્રિયાવાદી બોલે છે. અજ્ઞાનિકો અજ્ઞાન અને વૈનયિકો વિનય ‘વાદી’ છે. આ બધા પણ અન્યત્ર જો કે મિથ્યાદૃષ્ટિ કહેવાયા છે, તો પણ અહીં ક્રિયાવાદીને સમ્યગ્‌દૃષ્ટિરૂપે સ્વીકાર્યા છે. કેમકે તેઓ સમ્યગ્‌ અસ્તિત્વવાદીનો આશ્રય કરે છે.
તથાસ્વભાવથી જીવો ચાર ભેદે છે. અલેશ્યી, અયોગી, સિદ્ધો ક્રિયાવાદી જ છે. કેમકે ક્રિયાવાદના હેતુભૂત યથાવસ્થિત દ્રવ્યપર્યાયરૂપ અર્થના પરિચ્છેદયુક્ત છે. અહીં જે સમ્યગ્‌દૃષ્ટિ સ્થાનો – અલેશ્યત્વ, સમ્યક્‌ દર્શનજ્ઞાની, નોસંજ્ઞોપયુક્તત્વ, અવેદકત્વ આદિ તે નિયમા ક્રિયાવાદમાં મૂકાય છે - - મિથ્યાદૃષ્ટિ સ્થાનો મિથ્યાત્વ, અજ્ઞાનાદિ બાકી ત્રણ સમવસરણમાં છે - - મિશ્રદૃષ્ટિ જ સાધારણ પરિણામત્વથી આસ્તિક નથી કે નાસ્તિક પણ નથી. પણ અજ્ઞાનવાદી, વિનયવાદી જ છે.
પૃથ્વીકાયિક,મિથ્યાદૃષ્ટિત્વથી અક્રિયાવાદી, અજ્ઞાનવાદી હોય છે.વાદના અભાવે પણ તે વાદ યોગ્ય જીવ પરિણામના સદ્ભાવથી આમ કહ્યું. તેઓ વિનયવાદી ન હોય, કેમકે તથાવિધ પરિણામનો અભાવ છે. પૃથ્વી-કાયિકોને જે સલેશ્ય, કૃષ્ણાદિ ચાર લેશ્યા, કૃષ્ણપાક્ષિકત્વાદિ, તેમાં બધામાં મધ્યના બે સમવસરણો કહેવા.
વિકલેન્દ્રિયોમાં - X - X - ક્રિયાવાદ, વિનયવાદમાં વિશિષ્ટતર સમ્યક્‌ત્વાદિ પરિણામ હોય છે, સાસ્વાદન રૂપ નહીં. પંચેન્દ્રિય તિર્યંચોમાં અલેશ્યા, અકષાયિત્વાદિ ન પૂછવા, કેમકે તે ભાવ અસંભવ છે.
જીવાદિ-૨૫-પદોમાં જ્યાં જે સમવસરણ હોય તે તેમાં કહેવું. હવે તેમાં આયુબંધ નિરૂપતા કહે છે – તેમાં જે દેવો કે નરકો ક્રિયાવાદી છે તે મનુષ્યાયુ બાંધે, મનુષ્ય કે પંચેન્દ્રિય તિર્યંચો દેવાયુ બાંધે. ઈત્યાદિ.
કૃષ્ણલેશ્યી જીવો મનુષ્યાયુ બાંધે, તેમ કહ્યું. તે નારક, અસુરકુમારાદિને આશ્રીને જાણવું. સમ્યગ્‌દૃષ્ટિ મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચો મનુષ્યાયુ બાંધતા નથી, વૈમાનિકાયુના તે બંધક છે. - - અલેશ્યી એટલે સિદ્ધો અને અયોગી, તેઓ ચારે પણ આયુ ન બાંધે - X - X -

Linked texts (1)