Pramāṇa · Search · About · API

Viyahapannatti 1448

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1448

Language
Gujarati

1448

‘ભગવતી’ સૂત્ર-૧૦૦૩ :– [૩૧/–/૧/૧૦૦૩]
રાજગૃહે યાવત્‌ આમ પૂછ્યું – ભગવન્‌! ક્ષુદ્રયુગ્મ કેટલા છે? ગૌતમ! ચાર. કૃતયુગ્મ, ત્ર્યોજ, દ્વાપરયુગ્મ, કલ્યોજ. ભગવન્‌! એમ કેમ કહ્યું કે ચાર ક્ષુદ્રયુગ્મ છે?
ગૌતમ! જે રાશી ચતુષ્ક અપહારથી અપહરતા છેલ્લે ચાર શેષ વધે, તે ક્ષુદ્રકૃતયુગ્મ. જે રાશી ચાર-ચારના અપહારથી શેષ ત્રણ વધે તે ક્ષુત્ર ત્ર્યોજ. જે રાશી ચાર-ચારના અપહારથી છેલ્લે શેષ-બે વધે તે ક્ષુદ્ર દ્વાપરયુગ્મ. જે રાશી ચાર-ચારના અપહારથી છેલ્લે શેષ-એક વધે તે ક્ષુદ્ર કલ્યોજ.
ભગવન્‌! ક્ષુદ્ર કૃતયુગ્મ નૈરયિક ક્યાં ઉપજે? શું નૈરયિકાદિથી ઉપજે, પ્રશ્ન? ગૌતમ! નૈરયિકથી આવીને ન ઉપજે, એ પ્રમાણે નૈરયિકોનો ઉપપાત ‘વ્યુત્ક્રાંતિ’ પદમાં કહ્યા મુજબ કહેવો. - - ભગવન્‌! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે? ગૌતમ! ચાર, આઠ, બાર કે સોળ કે સંખ્યાત-અસંખ્યાત.
ભગવન્‌! તે જીવો કઈ રીતે ઉપજે? ગૌતમ! જેમ કોઈ કૂદક કૂદવાના અધ્યવસાય૦ એ રીતે શતક-૨૫, ઉદ્દેશા-૮-માં નૈરયિક વક્તવ્યતામાં કહ્યું, તેમ અહીં કહેવું. યાવત્‌ આત્મપ્રયોગથી ઉપજે, પરપ્રયોગથી નહીં.
ભગવન્‌! રત્નપ્રભા પૃથ્વી ક્ષુદ્રકૃતયુગ્મ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે? ઔઘિક નૈરયિકની વક્તવ્યતા સંપૂર્ણ અહીં રત્નપ્રભામાં પણ કહેવી યાવત્‌ પરપ્રયોગથી ન ઉપજે. એ રીતે શર્કરાપ્રભા યાવત્‌ અધઃસપ્તમીમાં કહેવું. એ રીતે ઉત્પાદ, ‘વ્યુત્ક્રાંતિ’ પદ મુજબ કહેવો. [ક્યાં સુધી કહેવું?]
અસંજ્ઞી પહેલી સુધી, સરીસર્પ બીજી સુધી, પક્ષી ત્રીજી સુધી ઈત્યાદિ ગાથા મુજબ ઉત્પાદ સુધી કહેવું. બાકી પૂર્વવત્‌ જાણવું.
ભગવન્‌! ક્ષુદ્ર ત્ર્યોજ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે? શું નૈરયિકથી આદિ? ઉત્પાદ, ‘વ્યુત્ક્રાંતિ’ પદ મુજબ કહેવો. ભગવન્‌! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે? ગૌતમ! ત્રણ, સાત, અગિયાર, પંદર કે સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. બાકી બધું કૃતયુગ્મ નૈરયિક સમાન જાણવું. એ રીતે અધઃસપ્તમી સુધી.
ભગવન્‌! ક્ષુદ્ર દ્વાપરયુગ્મ નૈરીયક ક્યાંથી આવીને ઉત્પન્ન થાય? ક્ષુદ્ર કૃતયુગ્મ સમાન જાણવું. વિશેષ એ કે - પરિમાણ બે-છ-દશ-ચૌદ કે સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. બાકી પૂર્વવત્‌. યાવત્‌ અધઃસપ્તમી.
ક્ષુદ્ર કલ્યોજ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે? ક્ષુદ્ર કૃતયુગ્મ સમાન જાણવું. માત્ર પરિમાણમાં ભેદ છે – એક, પાંચ, નવ, તેર, સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. બાકી પૂર્વવત્‌. એ પ્રમાણે અધઃસપ્તમી સુધી કહેવું.
ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે, યાવત્‌ વિચરે છે.

Linked texts (1)