Viyahapannatti 1449
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1449
- Language
- Gujarati
1449
‘ભગવતી’ સૂત્ર-૧૦૦૪ :– [૩૧/–/૨/૧૦૦૪]
ભગવન્! ક્ષુદ્રકૃતયુગ્મ કૃષ્ણલેશ્યી નૈરયિક ક્યાંથી આવીને ઉપજે છે? ઔઘિકગમ અનુસાર જાણવું યાવત્ પરપ્રયોગથી ન ઉપજે. વિશેષ એ કે ઉપપાત, વ્યુત્ક્રાંતિ પદ સમાન કહેવો. - - તેનો ઉપપાત ધૂમપ્રભા પૃથ્વીમાં થાય. બાકી પૂર્વવત્ જાણવું.
ધૂમપ્રભા પૃથ્વી કૃષ્ણલેશ્યી ક્ષુદ્રકૃત યુગ્મ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે છે? સંપૂર્ણ પૂર્વવત્ જાણવું. - - એ રીતે તમા અને અધઃસપ્તમી પૃથ્વી સુધી જાણવું. વિશેષ એ કે - ઉપપાત સર્વત્ર વ્યુત્ક્રાંતિ પદ મુજબ કહેવો.
કૃષ્ણલેશ્યી ક્ષુદ્ર ત્ર્યોજ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે છે? પૂર્વવત્. વિશેષ એ કે ત્રણ, સાત, અગિયાર, પંદર, સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. બાકી પૂર્વવત્ યાવતત્ર અધઃસપ્તમી જાણવું.
કૃષ્ણલેશ્યી ક્ષુદ્ર દ્વાપરયુગ્મ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે? પૂર્વવત્. વિશેષ એ – બે, છ, દશ, ચૌદ આદિ પૂર્વવત્. આ પ્રમાણે ધૂમપ્રભાથી અધઃસપ્તમી સુધી જાણવું. - - - કૃષ્ણલેશ્યી ક્ષુદ્ર કલ્યોજ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે? પૂર્વવત્. વિશેષ એ કે – એક, પાંચ, નવ, તેર, સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. બાકી પૂર્વવત્. એ પ્રમાણે ધૂમપ્રભામાં, તમામાં અને અધઃસપ્તમીમાં પણ જાણવું. - - ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit