Pramāṇa · Search · About · API

Viyahapannatti 1456

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1456

Language
Gujarati

1456

‘ભગવતી’ સૂત્ર-૧૦૧૧ થી ૧૦૧૫ :– [૩૧/–/૯ થી ૨૮/૧૦૧૧ થી ૧૦૧૫] [ઉદ્દેશાનો ક્રમ સાથે નોંધેલ છે.]
[૧૦૧૧ (ઉ૦ ૯ થી ૧૨)] જેમ ભવસિદ્ધિકના ચાર ઉદ્દેશા કહ્યા, તેમ અભવસિદ્ધિકના પણ ચારે ઉદ્દેશા, કાપોતલેશ્યી ઉદ્દેશા સુધી કહેવા.
[૧૦૧૨ (ઉ૦ ૧૩ થી ૧૬)] એ પ્રમાણે સમ્યક્‌દૃષ્ટિને લેશ્યા સહિત ચાર ઉદ્દેશા કહેવા. વિશેષ એ - સમ્યગ્‌દૃષ્ટિનું કથન પહેલા અને બીજા એ બે ઉદ્દેશામાં છે. અધઃસપ્તમી પૃથ્વીમાં ઉપપાત ન કહેવો. બાકી પૂર્વવત્‌.
[૧૦૧૩ (ઉ૦ ૧૭ થી ૨૦)] મિથ્યાદૃષ્ટિના પણ ચાર ઉદ્દેશો ભવસિદ્ધિક સમાન કહેવા. - - ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.
[૧૦૧૪ (ઉ૦ ૨૧ થી ૨૪)] એ પ્રમાણે લેશ્યા સંયુક્ત કૃષ્ણપાક્ષિકના પણ ચાર ઉદ્દેશા ભવસિદ્ધિક સમાન કહેવા. ભગવન્‌! તે એમ જ છે.
[૧૦૧૫ (ઉ૦ ૨૫ થી ૨૮)] શુક્લપાક્ષિકના ચાર ઉદ્દેશા આ પ્રમાણે જ કહેવા યાવત્‌ વાલુકાપ્રભા પૃથ્વી કાપોતલેશ્યી શુક્લ-પાક્ષિક ક્ષુદ્ર કલ્યોજ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે છે? પૂર્વવત્‌ જ યાવત્‌ પરપ્રયોગથી ન ઉપજે. ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)