Pramāṇa · Search · About · API

Viyahapannatti 1457

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1457

Language
Gujarati

1457

યુગ્મ-કહેવાનાર રાશિ વિશેષ, તે મોટી પણ હોય છે. તેથી ક્ષુદ્ર શબ્દ મૂક્યો. તેમાં ચાર, આઠ, બાર આદિ સંખ્યાવાન્‌ રાશિ ક્ષુલ્લક કૃતયુગ્મ કહેવાય છે. એ રીતે ત્રણ, સાત, દશ આદિ ક્ષુલ્લક ત્ર્યોજ કહેવાય. બે, છ વગેરે ક્ષુલ્લક દ્વાપરયુગ્મ કહેવાય. એક, પાંચ, વગેરે ક્ષુલ્લક કલ્યોજ કહેવાય.
વ્યુત્ક્રાંતિ એટલે પ્રજ્ઞાપનાનું છઠ્ઠું પદ. જેમકે - પંચેન્દ્રિયતિર્યંચ અને ગર્ભજ મનુષ્યોથી આવીને નારકો ઉત્પન્ન થાય છે ઈત્યાદિ. -X-
‘અધ્યયવસાય’ આના દ્વારા અધ્યવસાય નિર્વર્તિત કરણોપાય સૂચવેલ છે. આ પહેલો ઉદ્દેશો થયો.
બીજો કૃષ્ણલેશ્યા આશ્રીત છે. તે પાંચમી, છઠ્ઠી, સાતમી પૃથ્વીમાં હોય છે, એમ કરીને સામાન્ય દંડક તેના ત્રણ દંડક અહીં થાય.
અહીં કૃષ્ણલેશ્યા પ્રકાંત, તે ધૂમપ્રભામાં હોય, તેમાં જે જીવો ઉત્પન્ન થાય, તેઓનો જે ઉત્પાદ કહેવો. તે અસંજ્ઞી, સરિસૃપ, પક્ષી, સિંહ વર્જિત છે.
ત્રીજો ઉદ્દેશો નીલ લેશ્યાશ્રિત છે. તે ત્રીજી, ચોથી, પાંચમી પૃથ્વીમાં હોય છે, તેથી સામાન્ય દંડક, તેના ત્રણ દંડક અહીં થાય. નીલ લેશ્યાવાળા વાલુકાપ્રભામાં હોય, તેમાં જે જીવો ઉત્પન્ન થાય, તેનો જ ઉત્પાદ કહેવો. તે અસંજ્ઞી અને સરિસૃપ વર્જીને હોય - X - X -
ચોથો ઉદ્દેશો કાપોતલેશ્યાશ્રિત છે, તે પહેલી ત્રણ પૃથ્વીમાં હોય, તેથી સામાન્ય દંડક અને રત્નપ્રભાદિ ત્રણ દંડક અહીં થાય. ઈત્યાદિ. - X –

Linked texts (1)