Viyahapannatti 1466
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1466
- Language
- Gujarati
1466
‘ભગવતી’ સૂત્ર-૧૦૨૪ થી ૧૦૩૨ :– [૩૩/૪/–/૪ થી ૧૨/૧૦૨૪ થી ૧૦૩૨]
[૧૦૨૪-શ-૪] એ રીતે કાપોતલેશ્યી શતક કહેવું. - X - X -
[૧૦૨૫-શ-૫] ભગવન્! ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે. - પૃથ્વી૦ યાવત્ વનસ્પતિકાયિક. ચાર-ચાર ભેદ, યાવત્ વનસ્પતિકાયિક. - - ભગવન્! ભવસિદ્ધિક અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિકને કેટલી કર્મપ્રકૃતિઓ છે? એ રીતે આ આલાવા વડે પહેલા એકેન્દ્રિયશતક મુજબ ભવસિદ્ધિકશતક પણ કહેવા. ઉદ્દેશક પરિપાટી તેમજ અચરમ સુધી કહેવી. ભગવન્! તે એમ જ છે - પાંચમું એકેન્દ્રિય શતક પૂર્ણ.
[૧૦૨૬-શ-૬] ભગવન્! કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે૦ - પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિ કાયિક. - - ભગવન્! કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક પૃથ્વીકાયિક કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે - સૂક્ષ્મ૦ અને બાદરપૃથ્વીકાયિક. - - ભગવન્! કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક સૂક્ષ્મ પૃથ્વીકાયિક કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે - પર્યાપ્તક અને અપર્યાપ્તક. આ પ્રમાણે બાદર૦ પણ જાણવા. પૂર્વવત્ ચાર ભેદો કહેવા.
ભગવન્! કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિકને કેટલી કર્મપ્રકૃતિઓ છે? આ આલાવા વડે ઔઘિક ઉદ્દેશક અનુસાર પૂર્વવત્ કહેવું. યાવત્ વેદે છે. - - - ભગવન્! અનંતરોત્પન્ન કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે - પૃથ્વીકાયાદિ.
ભગવન્! અનંતરોત્પન્ન કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક પૃથ્વીકાયિક કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે - સૂક્ષ્મ૦ અને બાદર૦ એ રીતે બબ્બે ભેદો.
ભગવન્! અનંતરોત્પન્ન કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક સૂક્ષ્મ પૃથ્વીકાયિકને કેટલી કર્મપ્રકૃત્તિ છે? આ આલાવાથી ઔઘક અનંતરોત્પન્ન ઉદ્દેશક અનુસાર ‘વેદે છે’ સુધી કહેવું. એ રીતે આ આલાવા વડે અગિયારે ઉદ્દેશા ઔઘિકશતક મુજબ ‘અચરિમ’ સુધી પૂર્વવત્ કહેવા.
[૧૦૨૭-શ-૭] કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક શતક મુજબ જ નીલલેશ્યી ભવસિદ્ધિક શતક કહેવો. - - સાતમું એકેન્દ્રિય શતક પૂર્ણ.
[૧૦૨૮-શ-૮] એ રીતે કાપોતલેશ્યી ભવસિદ્ધિક૦ કહેવું.
[૧૦૨૯-શ-૯] ભગવન્! અભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે - પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક. એ પ્રમાણે ભવસિદ્ધિક શતક મુજબ કહેવું. વિશેષ એ કે - ચરમ, અચરમ ઉદ્દેશકો વર્જીને નવ ઉદ્દેશકો કહેવા. બાકી પૂર્વવત્ - નવમું શતક પૂર્ણ.
[૧૦૩૦-શ-૧૦] એ રીતે કૃષ્ણલેશ્યી અભવસિદ્ધિક૦ શતક છે.
[૧૦૩૧-શ-૧૧] નીલલેશ્યી અભવસિદ્ધિક૦ શતક એ રીતે જ.
[૧૦૩૨-શ-૧૨] કાપોતલેશ્યી અભવસિદ્ધિક શતક પણ એ રીતે કહેવું. - - આ પ્રમાણે [શતક-૯ થી ૧૨ એ] ચાર અભવસિદ્ધિક શતક છે. તે પ્રત્યેકમાં નવ-નવ ઉદ્દેશા છે. -એ રીતે એકેન્દ્રિય શતક-૧૨- છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit