Pramāṇa · Search · About · API

Viyahapannatti 1467

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1467

Language
Gujarati

1467

ચૌદ કર્મપ્રકૃત્તિ - આઠ જ્ઞાનાવરણાદિ, તે સિવાયની છ, તેની વિશેષભૂત છે. શ્રોત્રેન્દ્રિય વધ્ય-હનનીય, તે મતિજ્ઞાનાવરણ વિશેષ છે. એ પ્રમાણે બીજી પણ જાણવી. તેમાં સ્પર્શનેન્દ્રિય વધ્ય નથી. કેમકે તેમ કરતા એકેન્દ્રિયત્વની હાનિનો પ્રસંગ આવે.
જેના ઉદયથી સ્ત્રીવેદ ન પમાય તે સ્ત્રીવેદ વધ્ય. એ રીતે પુંવેદ વધ્ય, નપુંસક વેદ વધ્ય, તેઓમાં નપુંસક વેદવર્તિત્વ નથી. બાકી સૂત્રસિદ્ધ છે. વિશેષ એ કે - એવં દુપએણં ભેદેએણં - અનંતરોત્પન્ન એકેન્દ્રિયોના પર્યાપ્તક-અપર્યાપ્તક ભેદના અભાવે ચાર ભેદ અસંભવ છે. તેથી દ્વિપદ ભેદ વડે કહેલ છે. તથા અભવસિદ્ધિકોને અચરમત્વ હોવાથી ચરમાચરમ વિભાગો નથી, તેથી ‘ચરમાચરમ ઉદ્દેશકોને વર્જીને’ એમ કહ્યુ.

Linked texts (1)