Pramāṇa · Search · About · API

Viyahapannatti 1469

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1469

Language
Gujarati

1469

‘ભગવતી’ સૂત્ર-૧૦૩૩ :– [૩૪/૧/–/૧/૧૦૩૩]
ભગવન્‌! એકેન્દ્રિયો કેટલા ભેદે છે? ગૌતમ! પાંચભેદે છે-પૃથ્વીકાયિક યાવત્‌ વનસ્પતિકાયિક. આ રીતે આ ભેદ ચતુષ્ક કહેવા.
ભગવન્‌! અપર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વીકાયિક આ રત્નપ્રભા પૃથ્વીની પૂર્વદિશાના ચરમાંતમાં સમુદ્ઘાતથી મરીને, જે આ રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે હે ભગવન્‌! કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ! એક, બે કે ત્રણ સમયિક વિગ્રહ વડે ઉપજે. - ભગવન્‌! એમ કેમ કહ્યું?
ગૌતમ! મેં સાત શ્રેણીઓ કહી છે – ઋજ્વાયતા, એકતોવક્રા, દુહતોવક્રા, એકતોખા, દુહતોખા, ચક્રવાલા, અર્ધચક્રવાલા શ્રેણી. તેમાં –
ઋજ્વાયતા શ્રેણીએ ઉપજનાર એક સમયિક વિગ્રહથી ઉપજે. એકતોવક્રા શ્રેણીએ ઉપજનાર બે સમયિક વિગ્રહથી ઉપજે. દુહતોવક્રા શ્રેણી વડે ઉપજનાર ત્રિસમયિક વિગ્રહ વડે ઉપજે. તેથી હે ગૌતમ! એમ કહ્યું.
ભગવન્‌! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક આ રત્નપ્રભાના પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને જે આ રત્નપ્રભાના પશ્ચિમ ચરમાંતમાં પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉપજે, તો હે ભગવન્‌! તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ! એકસમયિક૦ બાકી પૂર્વવત્‌ યાવત્‌ તેથી કહ્યું કે યાવત્‌ વિગ્રહથી ઉપજે છે - - આ પ્રમાણે અપર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વીકાયિક પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને પશ્ચિમ ચરમાંતમાં બાદર પૃથ્વીકાયિકમાં અપર્યાપ્તામાં ઉપજે. - - તે જ પૂર્વવત્‌ પર્યાપ્તામાં કહેવું.
એ પ્રમાણે અપ્‌કાયિકમાં ચાર આલાવા કહેવા – (૧) સૂક્ષ્મ અપર્યાપ્તા, (૨) સૂક્ષ્મ પર્યાપ્તા, (૩) બાદર અપર્યાપ્તા, (૪) બાદર પર્યાપ્તાનો ઉપપાત કહેવો. - - એ પ્રમાણે સૂક્ષ્મ તેઉકાયિકના બંને ઉપપાત કહેવા.
ભગવન્‌! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક, આ રત્નપ્રભાના પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને જે મનુષ્ય ક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેઉકાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે હે ભગવન્‌! કેટલા સમયના વિગ્રહથી ઉપજે? બાકી પૂર્વવત્‌. એ રીતે પર્યાપ્ત બાદર તેઉકાયિક પણે ઉત્પાદ કહેવો. - - વાયુકાયિક સૂક્ષ્મબાદરમાં, અપ્‌કાયિકના ઉપપાત સમાન ઉત્પાદ કહેવો. એ પ્રમાણે વનસ્પતિકાયિકમાં પણ કહેવું. [૨૦ ભેદ થયાં.]
ભગવન્‌! પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક, આ રત્નપ્રભા પૃથ્વીના ઈત્યાદિ? પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક પણ પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને આ જ ક્રમ વડે આ જ વીશ સ્થાનોમાં બાદર પર્યાપ્ત વનસ્પતિકાયિક સુધી ઉપપાત કહેવો. [૪૦ ભેદ.] એ રીતે અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક પણ કહેવા. [૬૦ ભેદ.] એ રીતે અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક પણ કહેવા [૮૦ ભેદ.] એ પ્રમાણે અપ્‌કાયિક પણ ચારે ગમકમાં પૂર્વ ચરમાંતથી સમવહત થઈને આ જ વક્તવ્યતાથી પૂર્વોક્ત વીશ સ્થાનોમાં ઉપપાત કહેવો [૧૬૦ ભેદ.]
અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાયિકોનો આ વીશ સ્થાનોમાં ઉપપાત કહેવો. - - ભગવન્‌! અપર્યાપ્ત બાદર તેઉકાયિક, મનુષ્ય ક્ષેત્રમાં સમવહત થઈને આ રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તો હે ભગવન્‌! તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે? બધું જ પૂર્વવત્‌. યાવત્‌ તેથી આમ કહ્યું.
આ પ્રમાણે ચારે પ્રકારના-પૃથ્વીકાયિકમાં, એ રીતે અપ્‌કાયમાં પૂર્વવત્‌ ઉપપાત કહેવો. અપર્યાપ્ત-પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાયિકમાં એ પ્રમાણે જ ઉપપાત કહેવો. - - ભગવન્‌! અપર્યાપ્ત બાદર તેઉકીયક મનુષ્ય ક્ષેત્રમાં સમવહત થઈને. જે મનુષ્ય ક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેઉકાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે હે ભગવન્‌! કેટલા સમયના વિગ્રહથી ઉપજે? બધું પૂર્વવત્‌. એ રીતે પર્યાપ્ત બાદર તેઉકાયિકપણે પણ ઉપપાત કહેવો.
વાયુકાયિકપણે અને વનસ્પતિકાયિકપણે, પૃથ્વીકાયિકના ઉપપાત સમાન ચાર ભેદ વડે ઉપપાત કહેવો. એ રીતે પર્યાપ્ત બાદર તેઉકાયિક પણ સમયક્ષેત્રમાં સમવહત થઈને આ જ વીશ સ્થાનોમાં ઉપપાત કહેવો જેમ અપર્યાપ્તાનો કહ્યો. - - એ રીતે સર્વત્ર પણ બાદર તેઉકાયિક અપર્યાપ્તા અને પર્યાપ્તાનો સમયક્ષેત્રમાં ઉત્પાદ અને સમુદ્ઘાત કહેવો. [૨૪૦ ભેદ.]
વાયુકાયિક અને વનસ્પતિકાયિકને પૃથ્વીકાયિકવત્‌ ભેદ ચતુષ્ક વડે ઉપપાત કહેવો યાવત્‌ પર્યાપ્તા. [૪૦૦ ભેદ.]
ભગવન્‌! બાદર વનસ્પતિકાયિક. આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વી ચરમાંતમાં સમવહત થઈને જે આ રત્નપ્રભાના પશ્ચિમી ચરમાંતમાં પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના વિગ્રહથી? બધું પૂર્વવત્‌. - - ભગવન્‌! અપર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વી૦ આ રત્નપ્રભાના પશ્ચિમ ચરમાંતમાં સમવહત થઈ જે આ રત્નપ્રભાના પૂર્વી ચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી૦ ઉપજવા યોગ્ય હોય તે કેટલા સમયના વિગ્રહથી? પૂર્વવત્‌. - - એ પ્રમાણે જેમ પૂર્વ ચરમાંતમાં સર્વે પદોમાં સમવહત થઈને પશ્ચિમી ચરમાંતમાં સમયક્ષેત્રમાં ઉપપાતિક અને જે સમયક્ષેત્રમાં સમવહત પશ્ચિમી ચરમાંતમાં સમયક્ષેત્રમાં ઉપપાતિક એ રીતે આ ક્રમથી પશ્ચિમી ચરમાંતમાં સમયક્ષેત્રમાં સમવહત થઈ પૂર્વી ચરમાંતમાં સમય ક્ષેત્રમાં ઉપપાત તે જ ગમક વડે કહેવો.
એ પ્રમાણે આ જ ગમક વડે દક્ષિણી ચરમાંતે સમવહત થઈને ઉત્તરિલ્લ ચરમાંતમાં સમયક્ષેત્રમાં ઉપપાત, એ પ્રમાણે ઉત્તરીય ચરમાંતે અને મનુષ્યક્ષેત્રમાં સમવહત થઈને દક્ષિણી ચરમાંતમાં અને સમયક્ષેત્રમાં ઉપપાત તે જ ગમક વડે કહેવો.
ભગવન્‌! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક શર્કરાપ્રભાના પૂર્વી ચરમાંતમાં સમવહત થઈને શર્કરાપ્રભાના પશ્ચિમી ચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી૦ ઉપજવા યોગ્ય હોય૦? રત્નપ્રભામાં કહ્યા મુજબ કહેવું. એ રીતે આ ક્રમ વડે યાવત્‌ પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાયિકોમાં કહેવું.
ભગવન્‌! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક શર્કરાપ્રભાના પૂર્વી ચરમાંતમાં સમવહત થઈને સમય ક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેઉકાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના૦? બે કે ત્રણ સમયના વિગ્રહથી ઉપજે. એમ કેમ કહ્યું? ગૌતમ! મેં સાત શ્રેણી કહી છે – ઋજ્વાયતા યાવત્‌ અર્ધ ચક્રવાલા. એકતોવક્રા શ્રેણીથી ઉપજનાર બે સમયિક વિગ્રહથી ઉપજે, દુહતોવક્રા શ્રેણીથી ઉપજનાર ત્રિસમયિક વિગ્રહથી ઉત્પન્ન થાય. તેથી૦
એ પ્રમાણે બાદરતેજસ્કાયિકમાં કહેવું. બાકી રત્નપ્રભાવત્‌. જે બાદર તેઉકાયિક અપર્યાપ્તા અને પર્યાપ્તાઓ મનુષ્ય ક્ષેત્રમાં સમવહત થઈને બીજી પૃથ્વીના પશ્ચિમી ચરમાંતમાં ચતુર્વિધ પૃથ્વીકાયિકમાં, ચતુર્વિધ અપ્‌કાયિકમાં, દ્વિવિધ તેઉકાયિકમાં, ચતુર્વિધ વાયુ-કાયિકમાં, ચતુર્વિધ વનસ્પતિકાયિકમાં ઉપજે છે તેનો પણ આ રીતે બે કે ત્રણ સયમના વિગ્રહથી ઉત્પાદ કહેવો. - - પર્યાપ્ત, અપર્યાપ્ત બાદર તેઉકાયિક જે તેમાં જ ઉપજે તો રત્નપ્રભા સમાન એક-બે-ત્રણ સમયિક વિગ્રહ કહેવો, બાકી રત્નપ્રભા મુજબ બધું જાણવું. શર્કરાપ્રભા માફક અધઃસપ્તમી સુધી કથન કરવું.

Linked texts (1)