Viyahapannatti 1470
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1470
- Language
- Gujarati
1470
વિવેચન :–૧૦૩૩
૦ અહીં લોકનાડીને આશ્રીને વિચારણા છે.. એક સમય જેમાં થાય તેવી વક્રગતિ અથવા વિશિષ્ટ સ્થાન પ્રાપ્તિના હેતુભૂત ગતિ તે વિગ્રહગતિ. તેમાં ‘ઋજ્વાયતા’ - મરણ સ્થાનથી ઉત્પત્તિ સ્થાન સમશ્રેણીએ હોવું. તેના વડે જતાં એક સમયવાળી ગતિ થાય. જો મરણ સ્થાનથી ઉત્પત્તિસ્થાન એક પ્રતર વિશ્રેણિમાં વર્તે તો ‘એકતોવક્રા.’ તેમાં બે સમયે ઉત્પત્તિ સ્થાન પ્રાપ્તિ થાય. - X - જો મરણ સ્થાનથી ઉત્પત્તિ સ્થાન નીચે કે ઉપરના પ્રતરમાં વિશ્રેણીમાં હોય તો દ્વિવક્રાશ્રેણિ થાય, તેમાં ત્રણ સમયે ઉત્પત્તિ સ્થાને જવાય. - X - X -
બાદર તેજસ્કાયિક સૂત્રમાં રત્નપ્રભાક્રમે જે કહ્યું, તે બાદરતેજસ્થી અન્યત્ર ઉત્પાદ્ના અસંભવથી કહ્યું. વીશ સ્થાન-પૃથ્વી આદિ પાંચ, સૂક્ષ્મ બાદર બે ભેદથી દશ, પ્રત્યેકના પર્યાપ્તા-અપર્યાપ્તાથી વીસ. એક જીવસ્થાનમાં અહીં વીસ ગમો છે. એ રીતે પૂર્વના અંત સુધીના ગમોના ૪૦૦ ભેદ. એ રીતે પશ્ચિમનાં. એમ રત્નપ્રભા પ્રકરણમાં ૧૬૦૦ ગમો છે - X - X - ઈત્યાદિ - X - X -
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit