Pramāṇa · Search · About · API

Viyahapannatti 1473

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1473

Language
Gujarati

1473

‘ભગવતી’ સૂત્ર-૧૦૩૫ :– [૩૪/૧/–/૨/૧૦૩૫]
ભગવન્‌! અનંતરોત્પન્ન એકેન્દ્રિયો કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે - પૃથ્વીકાયિકાદિ. બબ્બે ભેદો એકેન્દ્રિય શતક મુજબ યાવત્‌ બાદર વનસ્પતિકાયિક. - - ભગવન્‌! અનંતરોત્પન્ન બાદર પૃથ્વીકાયિક સ્થાનો ક્યાં છે? ગૌતમ! સ્વસ્થાનમાં આઠે પૃથ્વીમાં૦ રત્નપ્રભામાં જેમ સ્થાન પદે કહ્યા તેમ યાવત્‌ દ્વીપ-સમુદ્રોમાં આ અનંતરોત્પન્ન બાદર પૃથ્વી૦ સ્થાનો છે.
– ઉપપાત સર્વલોકમાં, સમુદ્ઘાત સર્વલોકમાં, સ્વસ્થાનમાં લોકના અસંખ્યાત ભાગમાં, અનંતરોત્પન્ન સૂક્ષ્મ પૃથ્વકાયિક એક પ્રકારના અવિશેષ અનાનાત્વ સર્વલોકમાં હે શ્રમણાયુષ્ય! વ્યાપ્ત છે.
આ પ્રમાણે આ ક્રમથી સર્વે એકેન્દ્રિયો કહેવા. સ્વસ્થાનમાં બધામાં સ્થાનપદ મુજબ છે. તેમાં પર્યાપ્તા બાદરના ઉત્પાદ, સમુદ્ઘાત સ્થાનો, તેના અપર્યાપ્ત મુજબ છે. બાદર અને સૂક્ષ્મ બધામાં પૃથ્વીકાયિકમાં કહ્યા મુજબ કહેવા યાવત્‌ વનસ્પતિકાયિક જાણવું.
અનંતરોત્પન્ન સૂક્ષ્મ પૃથ્વીકાયિકને કેટલી કર્મપ્રકૃતિ છે? ગૌતમ! આઠ, એકેન્દ્રિયના અનંતરોત્પન્ન ઉદ્દેશા મુજબ કહેવી. તે રીતે જ બાંધે, તે રીતે જ વેદે યાવત્‌ અનંતરોત્પન્ન બાદર વનસ્પતિકાયિક.
અનંતરોત્પન્ન એકેન્દ્રિય ક્યાં ઉપજે છે? ઔઘિક ઉદ્દેશવત્‌.
અનંતરોત્પન્ન એકેન્દ્રિયને કેટલા સમુદ્ઘાત છે? ગૌતમ! બે-વેદના અને કષાય સમુદ્ઘાત. - - તુલ્યસ્થિતિક અનંતરોત્પન્ન એકેન્દ્રિયો શું તુલ્ય-વિશેષાધિક કર્મ બાંધે૦ પ્રશ્નો? પૂર્વવત્‌. ગૌતમ! કેટલાંક તુલ્યસ્થિતિક, તુલ્ય-વિશેષાધિક કર્મ બાંધે, કેટલાંક તુલ્ય-સ્થિતિક ભિન્ન-વિશેષાધિક કર્મ બાંધે. એમ કેમ કહ્યું? ગૌતમ! અનંતરોત્પન્ન એકેન્દ્રિયો બે ભેદે - કેટલાંક સમાનાયુ, સમાનોત્પન્ન છે. કેટલાંક સમાનાયુ વિષમોત્પન્ન છે તેમાં જે પહેલા છે તે તુલ્યસ્થિતિકો તુલ્ય-વિશેષાધિક કર્મ બાંધે, જે બીજા છે, તે તુલ્યસ્થિતિક ભિન્ન-વિશેષાધિક કર્મો બાંધે. તેથી એમ કહ્યું. - X - ભગવન્‌! તે એમ જ છે.
શતક-૩૪, શતક શતક-૧, ઉદ્દેશક-૩ થી ૧૧

Linked texts (1)