Viyahapannatti 1474
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1474
- Language
- Gujarati
1474
‘ભગવતી’ સૂત્ર-૧૦૩૬, ૧૦૩૭ :– [૩૪/૧/–/૩ થી ૧૨/૧૦૩૬, ૧૦૩૭]
[૧૦૩૬-ઉ-૩] ભગવન્! પરંપરોત્પન્ન એકેન્દ્રિયો કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે - પૃથ્વીકાયિકાદિ. ચારે ભેદો યાવત્ વનસ્પતિકાય કહેવા.
ભગવન્! પરંપરોત્પન્ન અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક, આ રત્નપ્રભાના પૂર્વી ચરમાંતમાં સમવહત થઈને જે આ રત્નપ્રભાના યાવત્ પશ્ચિમી ચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉપજવા યોગ્ય હોય. એ રીતે આ આલાવા વડે પહેલા ઉદ્દેશામાં કહ્યા મુજબ લોકચરમાંત સુધી કહેવું.
ભગવન્! પરંપરોત્પન્ન પૃથ્વીકાયિકના સ્થાનો ક્યાં છે? ગૌતમ! સ્વસ્થાનમાં આઠે પૃથ્વીમાં, એ રીતે આ આલાવાથી પહેલા ઉદ્દેશા મુજબ તુલ્ય સ્થિતિક સુધી કહેવું. - - ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
[૧૦૩૭-ઉ-૪ થી ૧૧] એ પ્રમાણે બાકીના આઠે ઉદ્દેશા યાવત્ અચરમ કહેવા. વિશેષ એ - અનંતર અનંતરસદૃશ, પરંપર પરંપર સદૃશ, ચરમ અને અચરમ પૂર્વવત્ જાણવા. એ રીતે આ ૧૧-ઉદ્દેશા છે.
શતક-૩૪, શતક શતક-૨ થી ૧૨
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit