Viyahapannatti 1472
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1472
- Language
- Gujarati
1472
વિવેચન :–૧૦૩૪
અધોલોક ક્ષેત્રમાં જે ત્રસનાડી તે અધોલોક ક્ષેત્ર નાડી, એ રીતે ઉર્ધ્વલોક ક્ષેત્ર નાડી. અધોલોક ક્ષેત્રમાં નાડી બહાર પૂર્વાદિ દિશામાં મરીને એક સમયે નાડી મધ્યે પ્રવેશ, બીજા સમયે ઊંચે જઈ, પછી એકપ્રતરમાં પૂર્વ કે પશ્ચિમમાં જ્યાં ઉત્પત્તિ થાય, ત્યાં અનુશ્રેણીથી જઈને ત્રીજે સમયે ઉત્પન્ન થાય. જો નાડી બહાર વાયવ્યાદિમાં મરે તો એક સમયથી પશ્ચિમ કે ઉત્તરમાં જઈને, બીજા સમયે નાડીમાં પ્રવેશી, ત્રીજા સમયે ઊંચે જઈ, ચોથે અનુશ્રેણીમાં જઈને પૂર્વાદિ દિશામાં ઉપજે. જો કે પંચસમયિક ગતિ પણ છે –
સૂત્રમાં ચાર સમયથી વધુ ગતિ કહી નથી, જીવને લોકમાં પાંચ સમય ગતિ પણ યોજાય છે, જે તમસ્તમા વિદિશામાં સમવહત થઈને બ્રહ્મલોક વિદિશામાં ઉપજે, તે નિયમથી પાંચ સમય ગતિ વડે જાય, ઋજુ, એકતો અને દ્વિધા વક્રા ગતિ કહી છે. ત્રણ, ચાર વક્રાને ચાર-પાંચ સમયિક જાણવી. કદાચ અલ્પત્વાદિથી કે ઉત્પાદ અભાવે તે કહેલ નથી.
સમય ક્ષેત્રથી એક સમયે ઉર્ધ્વગતિમાં, બીજે નાડી બહાર ઉત્પત્તિ સ્થાને-તે બે સમયિક. ઈત્યાદિ વૃત્તિ સુગમ છે.
લોકના ચરમાંતને આશ્રીને કહે છે – અહીં લોકના ચરમાંતમાં બાદર પૃથ્વી-અપ્-તેઉ-વનસ્પતિ નથી. સૂક્ષ્મો પાંચે હોય છે. બાદરવાયુ-કાયિક પર્યાપ્ત-અપર્યાપ્ત ભેદથી બાર સ્થાને અનુસરવા. અહીં લોકના પૂર્વ ચરમાંતથી પૂર્વ ચરમાંતમાં ઉત્પન્ન થનારની એકથી ચાર સમયની ગતિ સંભવે છે. - X - પૂર્વથી દક્ષિણ ચરમાંતમાં ઉત્પન્ન થનારની બે આદિ સમયિક ગતિ છે. - X - એ રીતે અન્યત્ર પણ વિશ્રેણિગમન કહ્યું. - - ઉત્પાદ અધિકૃત્ય એકેન્દ્રિય પ્રરૂપણા કરી.
હવે તેના સ્થાનની પ્રરૂપણા - સ્વસ્થાનમાં જે બાદર પૃથ્વીકાયિક તેના વડે સ્વસ્થાન આશ્રીને. ‘સ્થાનપદ’ પ્રજ્ઞાપનામાં બીજું પદ, તે આ છે - રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા આદિ. એગવિહ - પ્રકૃત સ્વસ્થાન આદિ વિચારથી એક પ્રકારે. અવિસેસમાણ - વિશેષ રહિત, જેમ પર્યાપ્તા અને અપર્યાપ્તા [ભેદરહિત], નાનાત્વવર્જિત. આધારભૂત આકાશપ્રદેશમાં એક, તેમાં જ બીજા પણ.. ઉપપાત સમુદ્ઘાત સ્વસ્થાન વડે સર્વલોકમાં વર્તે છે. ઉપપાત અભિમુખ્ય સમુદ્ઘાત અહીં મારણાંતિક સ્વસ્થાને, જ્યાં તે રહેલ છે.
સમુદ્ઘાત સૂત્રમાં ‘વૈક્રિય’ વાયુકાયિકને આશ્રીને કહ્યો છે.
એકેન્દ્રિયોને જ બીજા ભંગોથી બતાવે છે - તુલ્યસ્થિતિક એટલે પરસ્પરાપેક્ષાથી સમાનાયુષ્ક. પરસ્પરાપેક્ષાથી તુલ્યપણે અસંખ્યેય ભાગાદિ વડે પૂર્વકાલબદ્ધ કર્મની અપેક્ષાએ અધિકતર તે તુલ્યવિશેષાધિક. કર્મ - જ્ઞાનાવરણાદિ બાંધે છે. - - અન્યોન્યાપેક્ષાએ વિષમ પરિમાણ, કોઈ અસંખ્યેય ભાગરૂપ. અન્ય સંખ્યેય ભાગરૂપ જે વિશેષ તેના વડે અધિક - X - વિષમ માત્રા આયુ જેમાં છે તે વિમાત્રાસ્થિત - X - સમસ્થિતિ અને સમક જ ઉત્પન્ન, તેઓ તુલ્ય સ્થિતિક છે. સમ ઉત્પન્નત્વથી પરસ્પર સમાન યોગત્વથી સમાન જ કર્મ કરે છે. તેઓ પૂર્વાપેક્ષાએ સમ, હીન કે અધિક કર્મ કરે છે. ઈત્યાદિ ચારે ભંગ સૂત્રાર્થમાં કહ્યા, તે જ વૃત્તિકારે દર્શાવેલ છે.
શતક-૩૪, શતક શતક-૧, ઉદ્દેશક-૨
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit