Pramāṇa · Search · About · API

Viyahapannatti 1480

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1480

Language
Gujarati

1480

‘ભગવતી’ સૂત્ર-૧૦૪૫ :– [૩૫/૧/–/૧/૧૦૪૫]
ભગવન્‌! કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે? - ઉત્પલોદ્દેશક માફક ઉપપાત કહેવો. - - ભગવન્‌! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે છે? ગૌતમ! ૧૬, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા.
ભગવન્‌! તે જીવો સમયે સમયે૦ પ્રશ્ન? ગૌતમ! અનંતા સમયે સમયે અપહાર કરાતા અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણીથી અપહાર કરાતા પણ તેનો અપહાર થતો નથી. - - તેનું ઉચ્ચત્વ ઉત્પલોદ્દેશ મુજબ છે.
ભગવન્‌! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના બંધક છે કે અબંધક? ગૌતમ! બંધક છે, અબંધક નથી, આયુને છોડીને બધાં કર્મોમાં કહેવું. આયુકર્મના બંધક કે અબંધક હોય. - - ભગવન્‌! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના૦? ગૌતમ! વેદક છે, અવેદક નથી, એ પ્રમાણે બધાં કર્મોમાં જાણવું.
ભગવન્‌! તે જીવો સાતા વેદક છે કે અસાતા વેદક? ગૌતમ! સાતાવેદક છે, અસાતાવેદક પણ છે, એ પ્રમાણે ઉત્પલોદ્દેશક પરિપાટી જાણવી. બધાં કર્મોના ઉદયવાળા છે, અનુદયી નથી. છ કર્મોના ઉદીરક છે, અનુદીરક નથી. વેદનીય-આયુના ઉદીરક કે અનુદીરક છે.
ભગવન્‌! તે જીવો શું કૃષ્ણલેશ્યી૦ છે? ગૌતમ! કૃષ્ણ-નીલ-કાપોત કે તેજોલેશ્યી છે. માત્ર મિથ્યાદૃષ્ટિ છે, અજ્ઞાની છે - નિયમા બે અજ્ઞાન છે - મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન. માત્ર કાયયોગી છે, સાકાર-અનાકાર ઉપયુક્ત છે.
ભગવન્‌! તે જીવોના શરીરો કેટલા વર્ણના છે? ઉત્પલોદ્દેશક મુજબ સમગ્ર પ્રશ્નો કરવા. ગૌતમ! ઉત્પલોદ્દેશક માફક ઉચ્છ્‌વાસક કે નિઃશ્વાસક છે, કે ઉચ્છવાસ-નિઃશ્વાસક છે. આહારક કે અનાહારક છે, અવિરત છે, ક્રિયા સહિત છે, સાત કે આઠ કર્મના બંધક છે, આહાર યાવત્‌ પરિગ્રહ સંજ્ઞા ઉપયુક્ત છે, ક્રોધ યાવત્‌ લોભ-કષાયી છે. માત્ર નપુંસક વેદવાળા છે. સ્ત્રી-પુરુષ કે નપુંસક વેદના બંધક છે. અસંજ્ઞી છે, ઈન્દ્રિય સહિત છે.
ભગવન્‌! તે કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયો કાળથી કેટલો કાળ હોય? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અનંતકાળ - અનંતી ઉત્સર્પિણી - અવસર્પિણી રૂપ વનસ્પતિકાળ, સંવેધ ન કહેવો. આહાર, ઉત્પલોદ્દેશક મુજબ, વિશેષ એ કે નિર્વ્યાઘાતમાં છ દિશાથી અને વ્યાઘાત આશ્રીને કદાચ ત્રણ-કદાચ ચાર-કદાચ પાંચ દિશામાંથી. બાકી પૂર્વવત્‌. સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ૨૨,૦૦૦ વર્ષ. સમુદ્ઘાત પહેલા ચાર. મારણાંતિક સમુદ્ઘાતથી સમવહત કે અસમવહત થઈને મરે છે. ઉદ્વર્તના ઉત્પલોદ્દેશક અનુસાર જાણવી.
ભગવન્‌! સર્વે પ્રાણો યાવત્‌ સર્વે સત્વો કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે? હા, ગૌતમ! અનેકવાર કે અનંતવાર. - - - ભગવન્‌! કૃતયુગ્મ ત્ર્યોજ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે? ઉપપાત પૂર્વવત્‌. - - ભગવન્‌! તે જીવો એક સમયમાં૦ પ્રશ્ન? ગૌતમ! ૧૯, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉપજે છે? બાકી બધું કૃતયુગ્મ કૃતયુગ્મ સમાન યાવત્‌ અનંતવાર ઉત્પન્ન થયેલ છે.
ભગવન્‌! કૃતયુગ્મ દ્વાપરયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે? ઉપપાત પૂર્વવત્‌. - - ભગવન્‌! તે જીવો એક સમયમાં૦ પ્રશ્ન? ગૌતમ! ૧૮, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા ઉપજે. બાકી પૂર્વવત્‌.
ભગવન્‌! કૃતયુગ્મ ત્ર્યોજ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે? ઉપપાત પૂર્વવત્‌. પરિમાણ ૧૭, સંખ્યાત, અસંખ્યાત કે અનંત. બાકી બધું પૂર્વવત્‌ યાવત્‌ અનંતવાર ઉપજેલ છે.
ભગવન્‌! ત્ર્યોજ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી ઉપજે છે? ઉપપાત પૂર્વવત્‌. પરિમાણ-૧૨, સંખ્યાત, અસંખ્યાત કે અનંત. બાકી પૂર્વવત્‌.
ભગવન્‌! ત્ર્યોજ ત્ર્યોજ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે? ઉપપાત પૂર્વવત્‌. પરિમાણ-૧૫, સંખ્યાત, અસંખ્યાત કે અનંત. - X -
એ પ્રમાણે આ સોળ મહાયુગ્મોમાં એક પ્રકારનું કથન છે વિશેષ એ કે - પરિમાણમાં ભેદ છે. ત્ર્યોજ દ્વાપરયુગ્મમાં ૧૪, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉપજે છે. ત્ર્યોજ કલ્યોજમાં ૧૩, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉપજે છે.
દ્વાપરયુગ્મ કૃતયુગ્મમાં આઠ, દ્વાપરયુગ્મ ત્ર્યોજમાં અગિયાર, દ્વાપરયુગ્મ દ્વાપરયુગ્મમાં દશ, દ્વાપરયુગ્મ કલ્યોજમાં નવ તથા આરેમાં ‘સંખ્યાત, અસંખ્યાત કે અનંતા આવીને ઉપજે છે’ તેટલું જોડવું.
કલ્યોજ કૃતયુગ્મમાં ચાર, કલ્યોજ ત્ર્યોજમાં સાત, કલ્યોજ દ્વાપરયુગ્મમાં છ, કલ્યોજ કલ્યોજમાં પાંચ તથા ‘સંખ્યાત, અસંખ્યાત કે અનંતા આવીને ઉપજે છે’ તેટલું આ ચારેમાં જોડવું.
બાકી પૂર્વવત્‌ યાવત્‌ અનંતવાર - ભગવન્‌! તેમજ છે.

Linked texts (1)