Viyahapannatti 148
Viyāhapannatti: ṭīkānusārī vivecana 148
- Language
- Gujarati
148
‘ભગવતી’ સૂત્ર-૯૭ :– [૧/૯/૯૭]
ભગવન્! અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે – ભાષે છે - જણાવે છે - પ્રરૂપે છે કે – એક જીવ એક સમયે બે આયુ કરે છે, તે આ - આ ભવનું આયુ, પરભવનું આયુ. જે સમયે આ ભવનું આયુ કરે છે, તે સમયે પરભવનું આયુ કરે છે, જે સમયે પરભવનું આયુ કરે છે તે સમયે આ ભવનું આયુ કરે છે. આ ભવનું આયુ કરવાથી પરભવનું આયુ કરે છે, પરભવનું આયુ કરવાથી આ ભવનું આયુ કરે છે એ રીતે એક જીવ એક સમયે બે આયુ કરે છે - X - X - તે કેવી રીતે?
ગૌતમ! અન્યતીર્થિકો, જે એ પ્રમાણે કહે છે યાવત્ પરભવનું આયુ. જે આમ કહે છે, તે મિથ્યા કહે છે. ગૌતમ! હું એમ કહું છું યાવત્ પ્રરૂપું છું કે જીવ એક સમયે એક આયુ કરે છે અને તે આ ભવનું આયુ અથવા પરભવનું આયુ. જે સમયે પરભવનું આયુ કરે છે, તે સમયે આ ભવનું આયુ નથી કરતો, આ ભવનું આયુ કરે છે, તે સમયે પરભવનું આયુ કરતો નથી. આ ભવનું આયુ કરવાથી પરભવનું આયુ નથી કરતો. પરભવનું આયુ કરવાથી આ ભવનું આયુ નથી કરતો. એ પ્રમાણે એક જીવ એક સમયે એક આયુ કરે છે - X –
ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે યાવત્ વિચરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit