Pramāṇa · Search · About · API

Viyahapannatti 149

Viyāhapannatti: ṭīkānusārī vivecana 149

Language
Gujarati

149

વિવેચન :–૯૭
અન્ય યૂથિક-વિવક્ષિત સંઘથી જુદા સંઘમાં રહેનાર એટલે કે અન્યતીર્થિક. જે આગળ કહેવાશે. સામાન્યથી કહે છે, વિશેષથી કહે છે, યુક્તિપૂર્વક કહે છે, ભેદ કથનથી કહે છે. બે જીવો બે આયુને કરે અથવા એક જીવ જુદે જુદે સમયે બે આયુ કરે, તેમાં વિરોધ નથી. જીવ જે છે, તે પોતાના પર્યાયોના સમૂહરૂપ છે, તે જ્યારે એક આયુના પર્યાયને કરે, ત્યારે બીજાને પણ કરે છે, કેમ કે જ્ઞાન અને સમ્યક્ત્વ માફક આયુ સ્વ-પર્યાયરૂપ છે. વળી જીવ સ્વપર્યાય કર્તા છે, તેમ સ્વીકારવું જોઈએ. અન્યથા સિદ્ધાદિ પર્યાયોની ઉત્પત્તિ સંભવશે નહીં. [તેઓ કહે છે–]
જે સમયે ઈહભવિક આયુ કરે છે, ત્યારે પરભવિકાયુ કરે છે. ઈહભવિક એટલે જે આયુના ફળ રૂપ આ ચાલુભવ છે તે આયુ એ પ્રમાણે પરભવિકાયુ પણ જાણવું. એ રીતે ઈહભવિકાયુ કરવાના સમયે પરભવિકાયુ કરવું એ નિર્ણિત કર્યું. એ જ રીતે પરભવિકાયુ કરવાના સમયે ઈહભવિકાયુ નિર્ણીત કર્યું. એ રીતે બંને આયુ એક સમયે કરવાનું કહીને બંને આયુ એક ક્રિયાથી કરવાનું જણાવ્યું. એટલું જ નહીં ‘જે તેઓ કહે છે, તે ખોટું છે’ તેમ કહ્યું. -
અન્યતીર્થિક મતની અસત્યતા - એક પ્રકારના આત્મ પરિણામ વડે વિરુદ્ધ બે આયુ બાંધી શકાતા નથી. વળી જે પૂર્વે કહ્યું કે સ્વ પર્યાય હોવાથી એક પર્યાયને કરતા બીજો પર્યાય કરે છે. તે અનિશ્ચિત છે. જેમ આત્મા સિદ્ધત્વ પર્યાયને કરતાં સંસારી પર્યાયને કરતો નથી. ટીકાકારનું વ્યાખ્યાન આ પ્રમાણે છે - આ ભવનું આયુ જ્યારે કરે છે - અર્થાત્‌ વેદે છે ત્યારે પરભવાયુ કરે છે - બાંધે છે. એટલે કે આ ભવનું આયુ ભોગવવાથી પરભવાયુ કરે છે - બાંધે છે. આ પરમત મિથ્યા છે. કેમ કે તાજો જન્મેલો બાળક આ ભવનું આયુ વેદે છે, જો તે ત્યારે જ પરભવાયુ બાંધે, તો દાન, અધ્યયનાદિ વ્યર્થ થશે. આ આયુબંધ કાળ બીજો હોય તેમ જાણવું. અન્યથા ઉક્ત માન્યતા ખોટી સાબિત ન થઈ શકે. ..... અન્યતીર્થિકના પ્રસ્તાવથી આ કહે છે –

Linked texts (1)