Viyahapannatti 147
Viyāhapannatti: ṭīkānusārī vivecana 147
- Language
- Gujarati
147
વિવેચન :–૯૬
લાઘવ-ઓછી ઉપધિપણું. આહારાદિની ઓછી અભિલાષા, ઉપધિના સંરક્ષણ માટે અનુબંધાભાવ, ભોજનાદિમાં પરિભોગકાળે અનાસક્તિ સ્વજનાદિમાં સ્નેહાભાવ, એ પાંચ શ્રમણ નિર્ગ્રન્થો માટે પ્રશસ્ત છે. અથવા લાઘવપણું પ્રશસ્ત છે, તે લાઘવપણું એટલે અલ્પેચ્છા આદિ.
લાઘવિકનું પ્રશસ્તપણું કહ્યું. તે ક્રોધાદિ અભાવે જ હોય છે. માટે ક્રોધાદિ દોષોના અભાવને પ્રશંસવા અને ક્રોધાદિ દોષોના અભાવ વિના ન બની શકે તેવું કાંક્ષાપ્રદોષના ક્ષયનું કાર્ય છે, તે કહેવા માટે ક્રમથી બે સૂત્ર કહ્યા. તેમાં વિશેષ આ – કાંક્ષા એટલે બીજા મતની આસક્તિ, તે જ પ્રકૃષ્ટ દોષ અથવા કાંક્ષા એટલે રાગ. પ્રદોષ એટલે દ્વેષ. કાંક્ષા-બીજા મતનો આગ્રહ. આ બીજા મતની વિપરીતતા કહે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit