Pramāṇa · Search · About · API

Viyahapannatti 1483

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1483

Language
Gujarati

1483

‘ભગવતી’ સૂત્ર-૧૦૪૭ થી ૧૦૫૬ :– [૩૫/૧/–/૩ થી ૧૧/૧૦૪૭ થી ૧૦૫૬] (ઉદ્દેશક ક્રમ સાથે આપેલ છે.)
[૧૦૪૭-ઉ૦ ૩] ભગવન્‌! અપ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે? ઉદ્દેશા-૧-મુજબ સોળે યુગ્મોમાં તેમજ જાણવું. યાવત્‌ કલ્યોજ કલ્યોજપણે યાવત્‌ અનંતવાર.
[૧૦૪૮-ઉ૦ ૪] ભગવન્‌! ચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે? પ્રથમ સમય ઉદ્દેશક મુજબ કહેવું. માત્ર દેવો ન ઉપજે, તેજોલેશ્યા ન પૂછવી. બાકી પૂર્વવત્‌.
[૧૦૪૯-ઉ૦ ૫] ભગવન્‌! અચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે? અપ્રથમ સમય ઉદ્દેશ મુજબ સંપૂર્ણ કહેવું. - - ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.
[૧૦૫૦-ઉ૦ ૬] ભગવન્‌! પ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે? પ્રથમ સમય ઉદ્દેશા મુજબ બધું જ સંપૂર્ણ કહેવું. ભગવન્‌! તેમજ છે, યાવત્‌ વિચરે છે.
[૧૦૫૧-ઉ૦ ૭] પ્રથમ-અપ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે? પ્રથમ સમય ઉદ્દેશા-મુજબ.
[૧૦૫૨-ઉ૦ ૮] પ્રથમ-ચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી ઉપજે છે? ચરમ ઉદ્દેશ મુજબ સંપૂર્ણ કહેવું. - X -
[૧૦૫૩-ઉ૦ ૯] પ્રથમ અચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી ઉપજે છે? બીજા ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. - X -
[૧૦૫૪-ઉ૦ ૧૦] ચરમ ચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે? ચોથા ઉદ્દેશા મુજબ કહેવું. - X -
[૧૦૫૫-ઉ૦ ૧૧] ચરમ અચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે? પ્રથમ ઉદ્દેશા મુજબ બધું જ કહેવું.
[૧૦૫૬] - આ પ્રમાણે આ ૧૧ ઉદ્દેશા છે, તેમાં પહેલો, ત્રીજો, પાંચમો સદૃશ ગમો છે, બાકીના આઠ સદૃશ ગમો છે. વિશેષ એ - ચોથો, છઠ્ઠો, આઠમો, દશમો - એ ચારમાં દેવો ન ઉપજે. તેજોલેશ્યા નથી.

Linked texts (1)