Viyahapannatti 1484
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1484
- Language
- Gujarati
1484
વિવેચન :–૧૦૪૬ થી ૧૦૫૬
એકેન્દ્રિયત્વથી ઉત્પત્તિમાં પહેલો સમય તે કૃતયુગ્મ કૃતયુગ્મ પ્રથમ સમય. - X - સોલસખુત્તો - પૂર્વોક્ત ૧૬-રાશિભેદો નાણત્ત - વિલક્ષણત્વ - જે પૂર્વોક્ત ભાવો, તે કેટલાંક પ્રથમ સમયોત્પન્નમાં ન સંભવે. તેમાં અવગાહના ઉદ્દેશકમાં બાદર વનસ્પતિ અપેક્ષાએ મોટી છે, અહીં પ્રથમ સમયોત્પન્નત્વથી તે અલ્પ છે. એમ બીજામાં પણ.
ત્રીજા ઉદ્દેશામાં - એકેન્દ્રિયત્વથી ઉત્પન્ન થયાને બે આદિ સમય થયા હોય તે અપ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય. - X -
ચોથા ઉદ્દેશામાં - ચરમ સમય શબ્દ વડે એકેન્દ્રિયોનું મરણ સમય વિવક્ષિત છે. તે પર ભવાયુના પ્રથમ સમયે જ તેમાં વર્તમાન ચરમ સમય, સંખ્યા વડે કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય. આ ઉદ્દેશો પ્રથમ સમય એકેન્દ્રિયોદ્દેશક સમાન કહેવો. તેમાં ઔઘિક ઉદ્દેશક અપેક્ષાએ દશ નાનાત્વ કહેલ છે, તેમ અહીં પણ જાણવું. પ્રથમ અને ચરમ સમયવાળાની વિશેષતા કહે છે - દેવોત્પાદ નથી, દેવોત્પાદથી જ તેજોલેશ્યા હોય, તેથી તેજોલેશ્યા વિશે પણ ન પૂછવું. પાંચમાં ઉદ્દેશામાં-જેમાં ઉક્ત લક્ષણ ચરમ સમય નથી, તે અચરમ સમય. તેવા કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય.
છઠ્ઠા ઉદ્દેશામાં - એકેન્દ્રિય ઉત્પાદના પ્રથમ સમય યોગથી જે પ્રથમ અને પ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મત્વ અનુભૂતિ જેમાં છે તે.
સાતમાં ઉદ્દેશામાં - પ્રથમ તથા જે અપ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મત્વ અનુભૂતિ જે એકેન્દ્રિયોમાં છે તે પ્રથમાપ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયો. ઈત્યાદિ - X - X - આઠમા ઉદ્દેશામાં-પ્રથમ ચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય-પ્રથમ સમય વર્તી વિવક્ષિત સંખ્યાનુભૂતિ, મરણ સમયવર્તી તે પ્રથમ-ચરમ સમયા. - X - X -
નવમાં ઉદ્દેશામાં - પ્રથમ અને તે રીતે જ અચરમ સમયા એકેન્દ્રિય ઉત્પાદ અપેક્ષાએ પ્રથમ સમયવર્તી, અહીં વિવક્ષિત ચરમપણાના નિષેધથી તેમાં વિદ્યમાનત્વથી પ્રથમ અચરમ સમય૦
દશમા ઉદ્દેશામાં - ચરમ ચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય-ચરમો, તે વિવક્ષિત સંખ્યાનુભૂતિથી ચરમ સમયવર્તી. અગિયારમાં ઉદ્દેશામાં - ચરમાચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય-ચરમો તેમ જ અચરમ સમયવાળા ઈત્યાદિ - X -
ઉદ્દેશકોના સ્વરૂપ નિર્ધારણાર્થે કહે છે – પહેલો, ત્રીજો. પાંચમો સદૃશગમ છે કેમકે પહેલાની અપેક્ષાએ બીજામાં જે ભિન્નતા છે તે ત્રીજા, પાંચમામાં નથી. બાકીના આઠ સદૃશ છે.
શતક-૩૫, શતક શતક-૨ થી ૧૨
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit