Viyahapannatti 1482
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1482
- Language
- Gujarati
1482
‘ભગવતી’ સૂત્ર-૧૦૪૬ :– [૩૫/૧/–/૨/૧૦૪૬]
ભગવન્! પ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે? ગૌતમ! પૂર્વવત્. એ રીતે ઉદ્દેશા-૧-મુજબ ઉત્પાદ પરિમાણ સોળ વખત બીજા ઉદ્દેશામાં પણ કહેવા. બધું પૂર્વવત્ વિશેષમાં - આ દશમાં ભિન્નતા છે – (૧) અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી પણ તેમજ. (૨, ૩) આયુ કર્મના બંધક નથી, અબંધક છે. (૪, ૫) આયુના ઉદીરક નથી, અનુદીરક છે. (૬ થી ૮) ઉચ્છ્વાસક નથી, નિઃશ્વાસક નથી, ઉચ્છ્વાસક-નિઃશ્વાસક નથી. (૯, ૧૦) સાત પ્રકારે કર્મોના બંધક છે, આઠ ભેદે કર્મબંધક નથી.
ભગવન્! તે પ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય કાળથી કેટલો કાળ હોય? ગૌતમ! એક સમય. એટલી જ સ્થિતિ છે. સમુદ્ઘાત પહેલા બે, સમવહત અને ઉદ્વર્તના ન પૂછવા, બાકી બધું સંપૂર્ણ પૂર્વવત્. સોળે ગમોમાં કહેવી યાવત્ અનંતવાર.
શતક-૩૫, શતક શતક-૧, ઉદ્દેશક-૩ થી ૧૧
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit