Viyahapannatti 1485
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1485
- Language
- Gujarati
1485
‘ભગવતી’ સૂત્ર-૧૦૫૭ :– [૩૫/૨ થી ૧૨/–/–/૧૦૫૭]
કૃષ્ણલેશ્યી કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે? ગૌતમ! ઉપપાત ઔઘિક ઉદ્દેશાનુસાર જાણવો. વિશેષ એ કે - આટલી ભિન્નતા છે - ભગવન્! તે જીવો કૃષ્ણલેશ્યી છે? હા, છે. ભગવન્! તે કૃષ્ણલેશ્યી કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય કાળથી કેટલો કાળ હોય? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત. એ રીતે સ્થિતિ કહેવી. બાકી પૂર્વવત્ યાવત્ અનંતવાર ઉપજેલ છે. એ રીતે સોળે યુગ્મો કહેવા. ભગવન્! તેમજ છે.
પ્રથમ સમય કૃષ્ણલેશ્યી કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે? પ્રથમ સમયોદ્દેશક મુજબ જાણવું. વિશેષ એ કે - ભગવન્! તે જીવો કૃષ્ણલેશ્યી છે? હા, છે. બાકી પૂર્વવત્. ભગવન્! તેમજ છે.
એ પ્રમાણે ઔઘિકશતકના ૧૧-ઉદ્દેશા મુજબ જ કૃષ્ણલેશ્યીના-૧૧-ઉદ્દેશા કહેવા. પહેલો, ત્રીજો, પાંચમો સમાન છે. બાકીના આઠ સમાન છે. વિશેષ એ કે - ચોથા, છઠ્ઠા, આઠમા, દશમામાં દેવનો ઉત્પાદ નથી.
એ પ્રમાણે નીલલેશ્યી શતક, કૃષ્ણલેશ્યી શતકની માફક કહેવો, તેના ૧૧-ઉદ્દેશા તેમજ કહેવા. ભગવન્! તે એમ જ છે.
એ પ્રમાણે કાપોતલેશ્યી શતક, કૃષ્ણલેશ્યી શતક સદૃશ છે.
ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે? ઔઘિકોદ્દેશક સમાન કહેવું. માત્ર તેના ૧૧-ઉદ્દેશામાં આ વિશેષતા છે - ભગવન્! સર્વે પ્રાણો યાવત્ સર્વે સત્વો ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે? ગૌતમ! આ અર્થ સમર્થ નથી. - X - કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયો. ક્યાંથી આવીને ઉપજે છે? એ રીતે કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક એકેન્દ્રિય શતક બીજા કૃષ્ણલેશ્યી શતક સમાન કહેવો. ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
એ પ્રમાણે નીલલેશ્યી ભવસિદ્ધિક એકેન્દ્રિય શતક કહેવો.
એ પ્રમાણે કાપોતલેશ્યી ભવસિદ્ધિક એકેન્દ્રિય શતક-૧૧ ઉદ્દેશકો સહિત કહેવો. તે ચોથા ભવસિદ્ધિક શતક સમાન કહેવો. ચારે શતકમાં સર્વે પ્રાણો યાવત્ પૂર્વે ઉત્પન્ન થયા છે? ના, એ અર્થ સમર્થ નથી. - X -
જેમ ભવસિદ્ધિકના ચાર શતકો કહ્યા, તેમ અભવસિદ્ધિકના પણ ચાર શતક, લેશ્યા સંયુક્ત કહેવા. સર્વે પ્રાણો પૂર્વવત્ એ અર્થ સમર્થ નથી. એ રીતે આ બાર એકેન્દ્રિય મહાયુગ્મ શતકો છે. ભગવન્! તેમજ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit