Pramāṇa · Search · About · API

Viyahapannatti 150

Viyāhapannatti: ṭīkānusārī vivecana 150

Language
Gujarati

150

‘ભગવતી’ સૂત્ર-૯૮ :– [૧/૯/૯૮]
તે કાળે તે સમયે પાર્શ્વાપત્યીય કાલાશ્યવેષિપુત્ર નામક અણગાર જ્યાં સ્થવિર ભગવંતો હતા, ત્યાં જાય છે, જઈને સ્થવિર ભગવંતોને આ પ્રમાણે કહે છે – હે સ્થવિરો! તમે સામાયિક જાણતા નથી, સામાયિકનો અર્થ જાણતા નથી, પચ્ચક્‌ખાણ જાણતા નથી, પચ્ચક્‌ખાણનો અર્થ જાણતા નથી. સંયમ જાણતા નથી, સંયમનો અર્થ જાણતા નથી. સંવર જાણતા નથી, સંવરનો અર્થ જાણતા નથી, વિવેક જાણતા નથી, વિવેકનો અર્થ જાણતા નથી, વ્યુત્સર્ગ જાણતા નથી, વ્યુત્સર્ગનો અર્થ જાણતા નથી.
ત્યારે સ્થવિર ભગવંતોએ કાલાશ્યવેષિપુત્ર અણગારને આમ કહ્યું – હે આર્ય! અમે સામાયિકને જાણીએ છીએ, સામાયિકના અર્થને જાણીએ છીએ. યાવત્‌ અમે વ્યુત્સર્ગના અર્થને જાણીએ છીએ.
ત્યારે તે કાલાશ્યવેષિ અણગારે સ્થવિર ભગવંતોને આમ કહ્યું – હે આર્યો! જો તમે સામાયિકને અને સામાયિકના અર્થને જાણો છો યાવત્‌ વ્યુત્સર્ગના અર્થને જાણો છો, તો હે આર્યો! તમારું સામાયિક શું છે? તમારા સામાયિકનો - X - યાવત્‌ વ્યુત્સર્ગનો અર્થ શો છે?
ત્યારે તે સ્થવિર ભગવંતોએ તે કાલાશ્યવેષિપુત્ર અણગારને આમ કહ્યું – અમારો આત્મા સામાયિક છે, આત્મા અમારા સામાયિકનો અર્થ છે યાવત્‌ વ્યુત્સર્ગનો અર્થ છે. -ત્યારે કાલાશ્યવેષિપુત્ર અણગારે સ્થવિર ભગવંતોને આમ કહ્યું – હે આર્યો! જો આત્મા એ સામાયિક છે, આત્મા એ સામાયિકનો અર્થ છે અને યાવત્‌ આત્મા એ વ્યુત્સર્ગનો અર્થ છે, તો તમે ક્રોધાદિ ચારનો ત્યાગ કરી તેને કેમ નિંદો છો? હે કાલાશ્યવેષિ પુત્ર! સંયમને માટે અમે ક્રોધને નિંદીએ છીએ.
હે ભગવંતો! શું ગર્હા એ સંયમ છે કે અગર્હા સંયમ છે? હે કાલાશ્યવેષિ પુત્ર! ગર્હા સંયમ છે, અગર્હા નહીં. ગર્હા બધાં દોષોનો નાશ કરે છે. સર્વ મિથ્યાત્વને જાણીને અમારો આત્મા સંયમે સ્થાપિત છે. એ રીતે અમારો આત્મા સંયમમાં પુષ્ટ છે. એ રીતે સંયમે ઉપસ્થિત છે.
આમ સાંભળી કાલાશ્યવેષિ પુત્ર અણગાર બોધ પામીને, સ્થવિર ભગવંતોને વાંદી, નમસ્કાર કરીને આમ કહ્યું – હે ભગવંતો! પૂર્વે આ પદોને ન જાણવાથી, ન સાંભળવાથી, બોધ ન હોવાથી, અભિગમ ન હોવાથી, દૃષ્ટિ-વિચારિત કે સાંભળેલ ન હોવાથી, વિશેષરૂપે ન જાણેલ હોવાથી, કહેલ નહીં હોવાથી, અનિર્ણિત-ઉદ્‌ધૃત - અવધારિત ન હોવાથી, આ અર્થની શ્રદ્ધા-પ્રતીતિ-રૂચિ કરેલ ન હતી, પણ હવે આ પદોને જાણવા-સાંભળવા-બોધ થવા-અભિગમ-દૃષ્ટ-શ્રુત-ચિંતિત-વિજ્ઞાન થવાથી, આપે કહેવાથી, નિર્ણીત-ઉદ્ધૃત થવાથી આ અર્થોની શ્રદ્ધા-પ્રતીતિ-રુચિ કરું છું. હે ભગવન્‌! તમે જે કહો છો તે યથાર્થ છે.
ત્યારે તે સ્થવિર ભગવંતોએ કાલાશ્યવેષિપુત્રને કહ્યું – હે આર્ય! અમે જે કહ્યું તેની શ્રદ્ધા-પ્રતીતિ-રુચિ કરો. ત્યારે કાલાશ્યવેષિ પુત્રએ તે સ્થવિરોને વંદન, નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું – હું તમારી પાસે ચતુર્યામ ધર્મને બદલે સપ્રતિક્રમણ પંચમહાવ્રત ધર્મ સ્વીકારીને વિચરવા ઈચ્છું છું. - હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો, પણ વિલંબ ન કરો. પછી કાલાશ્યવેષિ પુત્ર અણગારે સ્થવિરોને વંદના, નમસ્કાર કર્યા, કરીને ચતુર્યામ ધર્મને બદલે સપ્રતિક્રમણ પંચમહાવ્રત ધર્મ સ્વીકારીને વિચરે છે - ત્યાર પછી –
તે કાલાશ્યવેષિપુત્ર અણગારે ઘણાં વર્ષ શ્રામણ્ય પર્યાય પાળીને, જે પ્રયોજનથી નગ્નભાવ, મુંડભાવ, અસ્નાનત્વ, અદંતધાવન, અછત્રત્વ, જોડાનો ત્યાગ, ભૂમિશય્યા, ફલક શય્યા, કાષ્ઠ શય્યા, કેશલોચ, બ્રહ્મચર્યવાસ, પરઘરપ્રવેશ, મળે-ન મળે-ઓછું મળે, ગ્રામ કંટક બાવીશ પરિગ્રહ-ઉપસર્ગો સહેવા. તે પ્રયો-જનને તેણે આરાધ્યું. છેલ્લા ઉચ્છ્‌વાસ-નિઃશ્વાસે સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત અને સર્વ દુઃખથી ક્ષીણ થયા.

Linked texts (1)