Pramāṇa · Search · About · API

Viyahapannatti 1497

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1497

Language
Gujarati

1497

‘ભગવતી’ સૂત્ર-૧૦૬૬ :– [૪૦/૨/–/૧-૨/૧૦૬૬]
કૃષ્ણલેશ્યી કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે? સંજ્ઞીના પહેલા ઉદ્દેશા મુજબ જાણવું. વિશેષ એ કે - બંધ, વેદ, ઉદય, ઉદીરણા, લેશ્યા, બંધક, સંજ્ઞા, કષાય અને વેદબંધક, આ પદો બેઈન્દ્રિયો માફક જાણવા. - - - કૃષ્ણલેશ્યી સંજ્ઞીને ત્રણે વેદ હોય, અવેદક ન હોય, સંચિઠ્ઠણા જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત અધિક ૩૩-સાગરોપમ, એ પ્રમાણે સ્થિતિ પણ છે, માત્ર સ્થિતિમાં અંતર્મુહૂર્ત્ત અધિક ન કહેવું. બાકી બધું પ્રથમ ઉદ્દેશા માફક યાવત્‌ અનંતરવાર. એ રીતે સોળે યુગ્મોમાં કહેવું.
ભગવન્‌! પ્રથમ સમય કૃષ્ણલેશ્યી કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે? સંજ્ઞી પંચેન્દ્રિયના પ્રથમ સમય ઉદ્દેશા મુજબ તેમજ સંપૂર્ણ કહેવું. વિશેષ એ કે - ભગવન્‌! તે જીવો કૃષ્ણલેશ્યી છે? હા, છે. બાકી પૂર્વવત્‌. એ રીતે સોળે યુગ્મોમાં કહેવું. ભગવન્‌! તે એમ જ છે. આ પ્રમાણે આ ૧૧-ઉદ્દેશા કૃષ્ણ-લેશ્યી શતકમાં છે. પહેલો-ત્રીજો-પાંચમો સમાન ગમક છે. બાકી આઠ સમાન ગમક છે. ભગવન્‌! તેમજ છે.
શતક-૪૦, શતક શતક-૨, ઉદ્દેશા-૩ થી ૧૧

Linked texts (1)